________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૭
ગુરુદેવ, દુનિયાને મદદની જરૂર છે. તમારા જેવા જ્ઞાની પુરુષો એકાંતવાસ કરીને એની અવગણના કરે એ યોગ્ય છે ?” યોગીના શાંત વદન પર વિનોદનો ભાવ ફરી વળ્યું.
ભાઈ,” એમણે ઉત્તર આપ્યો : “તમે તમારી જાતને જ નથી જાણતા તે પછી મને સમજવાનું સ્વપ્ન કેવી રીતે સેવી શકે ? આમાની ચર્ચાથી ખાસ લાભ નહિ થઈ શકે. યોગાભ્યાસની મદદથી તમારી અંદરની દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરો. આ માર્ગમાં તમારે ભારે મહેનત કરવી જોઈશે. તે પછી તમારી સમસ્યાઓ એમની મેળે જ ઊકલી જશે.”
એમને મારી તરફ ખેંચવાને છેલ્લે પ્રયાસ મેં કરી જે.
“જગતને પોતાની પાસે છે તેના કરતાં વધારે ઊંચા પ્રકાશની જરૂર છે. મારી ઈચ્છા તેને મેળવવાની ને વહેંચવાની છે. તે મારે શું કરવું?”
“સત્યનો સાક્ષાત્કાર કરી લીધા પછી માનવજાતિની સેવા કરવા ખરેખર શું કરવું જોઈએ તે જાણી શકશે, અને એને માટેની શક્તિ પણ મેળવી લેશે. કૂલમાં મધ હોય છે ત્યારે મધમાખી એની પાસે આપોઆપ દોડી જાય છે. માણસને આત્મિક જ્ઞાન કે શક્તિ મળે તે તેણે લેકેની શોધ કરવા નહિ જવું પડે : લેકે એની પાસે વગર બોલાવ્યે જ આવી પહોંચશે. જયાં સુધી આત્માને સંપૂર્ણપણે ઓળખી ન લે ત્યાં સુધી એની શોધ કરતા રહે. બીજા કોઈ પણ ઉપદેશની આવશ્યકતા નથી. એ જ કામ કરી લેવાનું છે.”
એ પછી એમણે કહ્યું કે ધ્યાનમાં બેસવાની ઇચ્છા હેવાથી એ મુલાકાત બંધ કરવા માગે છે.
મેં એમની પાસે અંતિમ સંદેશની માગણી કરી.
મૌનવ્રતધારી સંતે માત્ર મારા મસ્તક ઉપરના અવકાશ તરફ જોવા માંડયું. એકાદ મિનિટ બાદ પેનસિલથી જવાબ લખીને એમણે પેડ મારી તરફ ધકેલ્યું. અમે વાંચ્યું :