________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૩
એ તકને લાભ લઈ મેં એમની આગળ કાગળનું પેડ તથા પેનસિલ મૂક્યાં. થોડી વાર અચકાઈને એમણે પેનસિલ લીધી અને તામિલ ભાષામાં મોટા સરસ અક્ષરે લખવા માંડયું :
પેલા દિવસે આવીને ફોટા પાડવાનો પ્રયાસ કેણે કરેલે ?”
મેં એ કામની કબૂલાત કરી. સાચું જોતાં મારો પરિશ્રમ નકામે ગયેલે કારણકે એક પણ ફેટ સાફ નહોતો આવ્યો.
એમણે ફરી વાર લખ્યું :
“ઊંડા ધ્યાનમાં ડૂબેલા યોગીઓના દર્શને ફરીથી જાઓ ત્યારે એવું કરીને એમની શાંતિમાં ભંગ ના પાડતા. પહેલેથી મંજૂરી મેળવ્યા વિના એમની પાસે આકસ્મિક રીતે પહોંચી જઈને એમના ધ્યાનમાં ખલેલ ના પહોંચાડતા. મારા સંબંધમાં એથી કશે ફેર નથી પડતો. છતાં બીજા યોગીઓનાં દર્શને જવાનું થાય ત્યારે તમને ચેતવવાની ઈચ્છાથી આ સૂચના આપી રહ્યો છું. એમને માટે એવી દખલગીરી નુકસાનકારક થઈ પડે તથા તેને પરિણામે તે તમને શાપ પણ આપી દે.
આવા મહાપુરુષના એકાંતમાં ખલેલ પહોંચાડવાનું કામ દેખીતી રીતે જ નાના અપરાધ જેવું મનાતું હોવાથી, મેં તે બદલ અફસોસ જાહેર કર્યો.
ગઢવાલની રાણીના ભાઈએ હવે સંતનાં ચરણમાં ભક્તિભાવની ભેટ ધરી. એમનું કામ પૂરું થયું એટલે ભારતના પ્રાચીન જ્ઞાનવારસામાં રસ લેનાર પુરુષ તરીકે મેં મારો પરિચય આપ્યો. મેં જણાવ્યું કે દરિયા પારના દેશમાં રહીને મેં સાંભળ્યું છે કે ભારતમાં આજે પણ ગણ્યાગાંઠયા પુરુષે છે, જેમણે યોગની નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે અને એમનાં દર્શનની મારી ઇચ્છા છે? તે તેના પર તમે ઠીક લાગે તે પ્રકાશ પાડી શકશે ?”