________________
૧૬૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
મેળવી. એની આતુરતા એટલી બધી વધી ગઈ કે એણે મદ્રાસ જઈને છેકરાને સાજો કરવા યેાગીના આશીર્વાદની યાચના કરવાના નિય કર્યાં. આશીર્વાદ મળી ગયા અને તે જ દિવસથી બાળકને અજબ રીતે સારું થવા માંડયુ. યેાગીના દર્શન માટે આવનાર રાણીને પણ એ બનાવની ખબર પડી. રાજાએ એમને એ છસેા રૂપિયાની શૈલી અર્પણ કરી, પણ એમણે એ લેવાની ના પાડી, રાણીએ દબાણ કર્યું.... એટલે એમણે લખીને સૂચવ્યું ? એ રકમના ઉપયેાગ એમને વધારે એકાંત મળી શકે તે માટે કુટિરની આસપાસ વાડ કરવા માટે કરવા. રાણીએ એવું કરવાની વ્યવસ્થા કરી, અને એવી રીતે વાંસની વાડ તૈયાર થઈ.
પરિચારકે કુટિરમાં અમને દાખલ કર્યાં. આ વખતે પણ અમે અમારી પહેલી મુલાકાત દરમિયાન યાગીને જે સમાધિ જેવી દશામાં જોયેલા એ જ દશામાં ડૂબેલા જોયા.
સંગેમરમરની વ્યાસપીઠ પર બેઠેલા એ ઊંચા, ભવ્ય, કાળી દાઢીવાળા, મહાન પુરુષની સામે અમે શાંતિથી જમીન પર ધીરજપૂર્ણાંક પ્રતીક્ષા કરતાં બેસી ગયા. દેઢેક કલાક થઈ ગયા એટલે સંતપુરુષના શરીરમાં શક્તિસંચાર થતા હેાય એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. એમને શ્વાસ ઊ'ડો કે ઘેરા બન્યા ને સ્પષ્ટ થયા. પાંપણા હાલવા લાગી, આંખના ડોળા ભયજનક રીતે ફરવા લાગ્યા. એની અંદરની સફેદી ચમકવા માંડી, અને પછી એ ડોળા સ્થિર થયા. એમના પેટમાં પણ થાડુંક હલનચલન જોઈ શકાયુ..
પાંચેક મિનિટ પછી સંતની આંખના ભાવેા એવા તા બદલાઈ ગયા કે પેાતાની આજુબાજુની પરિસ્થિતિથી એ વાક્ હાય એવુ' લાગ્યુ. એમણે દુભાષિયાની સામે ધ્યાનપૂર્વક જોયું, માથું ઝડપથી ફેરવીને બ્રહ્મની તથા બીજા મુલાકાતી તરફ નજર ફેરવી, તથા ફરી વાર માં ફેરવી મારી તરફ દષ્ટિપાત કર્યો.