________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૧
રહેવાની ઈચ્છાવાળા, અલગતામાં માનનારા માનમાંના એ એક હતા. જે મનુષ્યની આત્મિક મુક્તિની કશી કિંમત હોય તે, આપણી પશ્ચિમી દૃષ્ટિથી વિચાર કર્યા પ્રમાણે, એને પ્રાપ્ત કરવાની આખીય વૃત્તિ દેખીતી રીતે જ સ્વાર્થી દેખાશે. છતાં દારૂડિયાઓ માટેની પ્રખર સહાનુભૂતિ તથા યુવાન હુમલાખોરોનો બદલો લેવાનો ઈનકાર જોતાં આપણને આશ્ચર્ય થાય છે કે એ એટલા બધા સ્વાર્થી હોઈ શકે કે કેમ.
બે બીજા પુરુષની સાથે એ મૌનવ્રતધારી સંતની ફરી મુલાકાત લેવાનો પ્રયત્ન મેં કરી જે. એમાંના એક તે મારા દુભાષિયા હતા, અને બીજા પુરુષ બીજા કોઈ નહિ પરંતુ મને આટલું બધું શીખવનાર યોગી બ્રહ્મ, જેમને હું પ્રેમપૂર્વક અડિયારના યોગી કહેતો તે હતા. બ્રહ્મ કદી શહેરમાં આવવાની દરકાર ન રાખતા, પરંતુ શહેરની મારી મુલાકાતનો ઉદેશ મેં એમને સમજાવ્યો અને એમને મારી સાથે આવવા વિનતિ કરી, એટલે એ જરા પણ આનાકાની કર્યા વગર તૈયાર થયા.
કંપાઉન્ડમાં અમને એક બીજા મુલાકાતીનો મેળાપ થયો. એમણે પોતાની મોટી મેટર રસ્તા પર મૂકી હતી અને એ જ ઉદ્દેશથી ખેતરોમાં થઈને આવ્યા હતા. એ પણ મૌની સંતનાં દર્શન માટે ઉત્સુક હતા. પિતાની ટૂંકી વાતચીત દરમિયાન એમણે કહ્યું કે ટિહરી ગઢવાલના નાના સ્ટેટની રાણીના એ ભાઈ છે. એમણે એમ કહ્યું કે સંતના જીવનનિર્વાહ માટે નિયમિત રીતે મદદ કરતા હોવાથી, એ પણ એમના આશ્રયદાતામાંના એક છે. એ પોતે મદ્રાસની ઊડતી મુલાકાતે આવેલા, પરંતુ સંતનું દર્શન કરીને એમના આશીર્વાદ મેળવ્યા વિના પાછા જઈ શકે તેમ નહોતા. એમણે કહેલી વાત પરથી આશીર્વાદની કિમત હું સમજી શક્યો.
ગઢવાલના રાજદરબારની એક સ્ત્રીને ભયંકર રોગથી પીડાતું એક બાળક હતું. એ સ્ત્રીએ અકસ્માત આ મૌની સંતની માહિતી