________________
૧૬૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સાધના કરવાની એમણે સૂચના આપેલી. મેં દુન્યવી જીવનનો ત્યાગ કર્યો છે. અને એકાંતમાં રહેવાની ઈચ્છા રાખું છું. મદ્રાસમાં જે બને છે તેમાં મને રસ નથી. હું આત્મિક વિકાસને માર્ગે જ આગળ વધવાની ઈચ્છા રાખું છું.'
અમલદારને સંતોષ થયો કે આ પુરુષ એક ઉત્તમ પ્રકારના સાચા યોગી છે. એટલે હરામખોરોની સામે રક્ષણ કરવાનું વચન આપીને એ પાછા ગયા. મારાકાયાર તાજેતરમાં મૃત્યુ પામેલા સુપ્રસિદ્ધ મુસલમાન સંત હતા એવી માહિતી મેળવતાં એમને વાર ન લાગી.
જૂની કહેવત મુજબ “બૂરામાંથી ભલું પેદા થાય છે. એ કમનસીબ પ્રસંગને પરિણામે એ સંતપુરુષ મદ્રાસના શ્રીમંત ને ધાર્મિક પ્રજાજનોમાં પ્રખ્યાત થઈ ગયા. એમણે શહેરમાં સરસ મકાન પૂરું પાડવાનું પ્રલોભન આપવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ પોતાના ગુરુની આજ્ઞાનો અનાદર કરવા યોગી તૈયાર ન થયા. છેવટે જે જમીન છોડવાનો એમણે ઈનકાર કર્યો હતો તે જ જમીનની બાજુમાં એમના એક નવા ભકતે એમને પથ્થર તથા લાકડાનો નાનો બંગલ. બાંધી આપે. યોગી એમાં રહેવા માટે સંમત થયા, અને એનું છાપરું પણ ઘણું સારું હોવાથી જુદીજુદી ઋતુઓની અગવડતાની સામે ત્યારથી પિતાનું બરાબર રક્ષણ મેળવી શક્યા.
એમના ભક્તને એમના અંગત સેવક તરીકે પસંદ કરવામાં આવ્યા. એ સેવક તરફથી એમને ભોજન પૂરું પાડવામાં આવતું હોવાથી એમને કેઈની પાસે યાચના કરવાની જરૂર ન રહી. ગુરુ મારાકાવારને આવા દુઃખદાયક અનુભવનું આવું સુખકારક પરિણામ આવશે, એની ખબર પ્રથમથી હેય કે નહિ, પરંતુ એમના શિષ્યની અંતિમ અવસ્થા આરંભની અવસ્થા કરતાં વધારે સારી હતી.
મને કહેવામાં આવ્યું કે એ મૌનવ્રતધારી સંતની કઈ શિષ્ય જ નથી. એ કઈ શિષ્યની ઈચ્છા નથી રાખતા અને કાઈને સ્વીકારતા પણ નથી. પિતાની જ આત્મિક મુક્તિની પ્રાપ્તિ માટે એકાંતમાં