________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૯
અથવા પોતાના ઓરડાના એકાંતમાં જ વધારે અનુકૂળ વાતારવણ લાગતું હોય છે.
તો પછી આ અવનવા યોગીપુરુષે ધ્યાનની સાધના માટે આવી પ્રતિકૂળ જગ્યા કેમ પસંદ કરી ? એક કમનસીબ બનાવે એનો ખુલાસો પૂરો પાડ્યો.
એક દિવસ મવાલી જેવા અજ્ઞાની યુવકની ટાળીએ એ એકાંતવાસી યોગીની પાસે આવી એમને હેરાન કરવા માંડ્યા. શહેરમાંથી નિયમિત રીતે એ લેકે પથ્થર ફેંકવા, ગંદકી નાખવા, અને ગાળો દેવા તથા ઠઠ્ઠામશ્કરી કરવા આવવા લાગ્યા. યોગીમાં એમને સામનો કરવાની સંપૂર્ણ શક્તિ હોવા છતાં, એ શાંતિપૂર્વક બેસી રહેતા, અને ધીરજપૂર્વક બધું સહન કરતા. એમને મૌનવ્રત હોવાથી કોઈ પણ જાતનો ઠપકે પણ ના આપતા.
એ તેફાનીઓની પ્રવૃત્તિ ચાલુ જ રહી. એ લેકે યોગીને રંજાડતા હતા ત્યારે તેમની પાસેથી એક અજાણ્યો પુરુષ પસાર થયો. એક સંતપુરુષની એવી હેરાનગતિ થતી જોઈને એને ઘણું દુઃખ થયું. એમણે મદ્રાસ જઈને પોલીસને ખબર આપી અને મૌનવ્રતધારી યોગી માટે મદદ માગી. મદદ તરત જ આવી પહોંચી અને નીચ લેકેને સખત ધાકધમકી આપીને વિખેરી નાખવામાં આવ્યા.
એ ઘટના પછી એક પોલીસઅમલદારે યોગી વિશે માહિતી મેળવવાની કોશિશ કરી, પરંતુ એમને વિષે માહિતી ધરાવનારો એકે માણસ એને ન મળે. એટલે ગીની પૂછપરછ કરવાની એને ફરજ પડી, અને કાયદાના હક સાથે એ ફરજ એણે પૂરી કરી. કેટલીય આનાકાની પછી યોગીએ સ્લેટ પર સંક્ષેપમાં લખ્યું:
“હું મારાકાયારનો શિષ્ય છું. મારા ગુરુએ મને મેદાને ઓળગીને દક્ષિણમાં મદ્રાસ આવવાની આજ્ઞા કરેલી. આ જમીનનું એમણે વર્ણન કરેલું, અને મને તે ક્યાં મળશે તે પણ કહી બતાવેલું. સંપૂર્ણ સિદ્ધિ ન મળે ત્યાં સુધી અહીં રહીને યોગની નિયમિત