________________
૧૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ મૌનવ્રતધારી સંતના સંબંધમાં ડીઘણી માહિતી મેળવવા પ્રયાસ મેં તે પછીના બે દિવસ દરમિયાન કરી જોયો. એ પ્રયાસમાં એમના નોકરની લાંબી ઊલટતપાસથી માંડીને પોલીસ ઈન્સ્પેકટર સાથેની ટૂંકી મુલાકાત જેવી વિસ્તૃત, વાર્તાલાપથી ભરેલી, તપાસનો સમાવેશ થઈ જતો હતો. એવી રીતે એ સંતપુરુષની કથાને ડોક સારાંશ મેળવવામાં મને સફળતા મળી.
આઠ વરસ પહેલાં એ મદ્રાસ જિલ્લામાં આવેલા. એ કોણ છે, શું છે, કે ક્યાંથી આવ્યા છે, તેની કોઈને ખબર નહોતી. એમની અત્યારની કુટિરની પાસેની પડતર જમીનને એમણે એમનું આશ્રય
સ્થાન કર્યું. જિજ્ઞાસુ લેકાએ પ્રયત્ન કરવા છતાં એમના તરફથી કશે જવાબ ન મળ્યો. એ કોઈની સાથે બોલતા નહિ, કઈ જાતના શબ્દો કે મનુષ્યો તરફ ધ્યાન ન આપતા, અને કોઈ જાતની આકસ્મિક ચર્ચામાં પણ ઊતરતા નહિ. હાથમાં કમંડલ લઈને એ સમયસર ભિક્ષા માગી આવતા.
એ અનાકર્ષક વાતાવરણની વચ્ચે, સૂર્યનો આકરે અસહ્ય તાપ હોય, ચોમાસાને ભારે વરસાદ હોય, ધૂળ ઊડતી હોય કે જુદીજુદી જાતનાં જતું હોય તો પણ એમણે દિવસો સુધી બેસી રહેવાનું ચાલુ રાખ્યું. બાહ્ય સંજોગોમાં શાંત અને નિર્વિકાર રહીને એમણે કદી પણ કઈ આશ્રય શોધવાનો પ્રયાસ ન કર્યો. કમર પરના એક સાધરણ ટુકડા સિવાય એમના મસ્તક કે શરીરને બીજા કશાનું રક્ષણ નહોતું.
એમના યોગાસનમાં પણ કશો ફેરફાર ન થયો. ખુલ્લી જગ્યામાં જાહેર રીતે બેસીને લાંબા વખત સુધી ઊંડા ધ્યાનમાં ડૂબી જવાની ઈચ્છાવાળા યોગી માટે મદ્રાસ જેવા શહેરને સીમાવિસ્તાર ભાગ્યે જ અનુકૂળ કહેવાય. પ્રાચીન ભારતમાં કદાચ એવા વર્તનને લીધે મોટું માન મળ્યું હતું, પરંતુ આધુનિક યુગીને તો પિતાની યોગસાધના માટે વેરાન વનપ્રદેશે, જંગલનાં સ્થાને, પર્વતની ગુફાઓ