________________
ભારતના આધ્યાત્મિક રહેશ્યની ખેાજમાં
યેાગી સ્થિર અથવા અચળ રહ્યા. એમના વન પર ફાઈ જાતને મદદરૂપ ફેરફાર ન દેખાયા. પૂરી દસ મિનિટ સુધી એવેા કાઈ સંકેત ન મળ્યા કે જેના પરથી એમ માની શકાય કે એમણે મારી વિનતિ સાંભળી છે. મને થયુ કે મારી વિજ્ઞપ્તિ નકામી ગઈ. જડવાદી પશ્રિમવાસી જરા પણ પ્રકાશ મેળવવા લાયક નથી એમ એ માનતા હોય એમ લાગ્યા વિના ન રહ્યું. કૅમેરા સાથે મારા કઢંગા દુ:સાહસથી એ કદાચ નાખુશ થયા હેાય. એક બીજી જાતિના નાસ્તિક માણસ માટે એકાંતવાસી શાંત અંત પેાતાના ધ્યાનનો ત્યાગ કરે એવી મારી ઇચ્છા શુ' વધારેપડતી ન હતી ? મને એ વિચારથી ખેદ થયેા.
૧૬૪
મારો નિરાશા કવખતની હતી; કારણકે લાંબે વખતે સંતે પેનસિલ હાથમાં લીધી અને કાગળ પર કાંઈક લખવા માંડયું. લખાણુ પૂરુ થયું એટલે આગળ નમીને મે પડને દુભાષિયા તરફ ધકેલ્ક્યું. એણે ભાષાંતર કરી બતાવ્યું. લખાણનો અર્થ કરવા અઘરા
હતા.
*
દુનિયા સમસ્યાઓથી ભરેલી છે.' મેં છૂટક સ્વરે કહ્યું. સંતના હાઠ પર હાંસી કરતું આછું સ્મિત ફરકી રહ્યું.
- તમારી પેાતાની જાતને તેા તમે સમજતા નથી, પછી દુનિયાને એળખવાની આશા કેવી રીતે રાખી શકાશે ? ’
એમણે મારી આંખ તરફ્ દૃષ્ટિ સ્થિર કરી. એમના સ્થિર દષ્ટિપાતની પાછળ લાંબા વખતથી ખાસ સંભાળપૂર્વક સાચવી રાખેલું કાઈક ઊંડું જ્ઞાન અથવા અદ્ભુત રહસ્યાનો કેાઈક ભંડાર ભરેલા છે એવું લાગ્યા વિના ન રહ્યું. એવી અનેરી અસરનુ કારણ આપવું કઠિન છે.
:
છતાં મારી ગૂંચવણનો પાર નથી.' મેં સ્પષ્ટતા કરી.