________________
મોનવ્રતધારી સંતપુરુષ
૧૫૫ “આ માણસને મારવાનો અર્થ મને મારો એવો જ છે. એટલે એને છોડી મૂકે. મેં એને માફ કર્યો છે.”
સંત પુરુષના શબ્દો એક જાતના લખ્યા વિનાના કાયદા જેવા હોવાથી, એમની વિનતિનો અનિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવ્યો અને હરામખોરને છેડી મૂકવામાં આવ્યો.
ખો. એના પર વખતે દીવાહી નાખીને
સંતપુરુષ સમાધિમાં ડૂખ્યા હોવાથી નોકરે ઓરડામાં ડોકિયું કરીને અમને એકદમ ચૂપ રહેવાની આજ્ઞા કરી. હિંદુ રીતભાત મુજબ અનિવાર્ય મનાય છે તે પ્રમાણે, મેં મારા બૂટ કાઢી નાખીને એાસરીમાં મૂકી દીધા. મસ્તક નમાવતી વખતે દીવાલ પર મને એક સપાટ પથ્થર દેખાય. એના પર તામિલ ભાષામાં લખ્યું હતું ઃ મૌનવ્રતધારી સંતપુરુષનું નિવાસ્થાન.” મારા સાથીદારે એનો અનુવાદ કરી બતાવ્યો.
એ એક ખંડવાળી કુટિરમાં અમે પ્રવેશ કર્યો. એ કુટિર ઊંચી, સરસ રીતે ઢંકાયેલી, અને ઊડીને આંખે વળગે એવી ચેખ્ખી હતી. એના મધ્યભાગમાં આરસની એકાદ ફૂટ ઊંચી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી. ઉત્તમ પ્રકારની ઈરાની જાજમથી એને શણગારાયેલી હતી. એ જાજમ પર મૌની સંતપુરુષ વિરાજમાન થયેલા દેખાયા.
કાળા રંગની ચળકતી ચામડીવાળા, ટટાર શરીરના, અને બ્રહ્મ મને કરી બતાવેલાં યોગાસનોમાંનું એકમાં આસીન થયેલા, એક સુંદર પુરુષની કલ્પના કરો. ડાબા પગને શરીરની નીચેના ભાગમાં દબાવીને જમણા પગને ડાબા સાથળ પર રાખીને એમણે સિદ્ધાસન કર્યું હતું. એમની પીઠ, ગરદન અને એમનું મસ્તક એકદમ સીધી લીટીમાં હતાં. લાંબાં કાળાં ગૂંચળાંવાળા એમના વાળ લગભગ ખભા સુધી ફેલાયેલા હતા, અને મસ્તક પરથી ગીચ રીતે લટકતા. એમને નાની કાળી દાઢી હતી. હાથ ઘૂંટણ પર લગાડેલા હતા. એમનું શરીર સુદઢ, માંસલ તથા સંપૂર્ણ આરોગ્યવાળું હતું. કમર પર એમણે એક નાનોસરખે ટુકડે વીંટેલે એટલું જ.