________________
૧૫૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
સમાધિમાં મગ્ન રહે છે, પરંતુ સાંજે થાડાંક ફળ, મીઠાઈ તે એકાદ પ્યાલે! દૂધ લે છે. કેટલીક સાંજ એવી જાય છે કે જ્યારે એ ખારાકને અડતા પણ નથી. અંધારું થતાં કાઈ કાઈ વાર એ સ ંતપુરુષ પેાતાની કુટિરમાંથી બહાર આવે છે, જોકે એમનેા એકમાત્ર વ્યાયામ ખેતરામાં કરવામાં જ સમાઈ જાય છે.
કંપાઉન્ડ ઓળગીને અમે એક આધુનિક ઢબની કુટિર પાસે આવી પહેાંચ્યા. એ કુટિર પથ્થરની લાદી તથા રંગેલા લાકડાના થાંભલાની બનેલી હતી. નાકરે બીજી કૂંચી કાઢીને કુટિરનું ભારે દ્વાર ખાલી નાખ્યું. એવી બધી સાવચેતીએ જોઈને મને નવાઈ લાગી. કારણ કે નાકરે કહેલું કે યાગીની સંપત્તિ બહુ જ ઘેાડી છે. એ જોઈને નાકરે એનો ખુલાસે કરતાં એક નાનકડી કથા કહી બતાવી.
ઘેાડાંક વરસે પહેલાં એ મૌની સંતપુરુષ કાઈ પણ પ્રકારના તાળા કે પ્રવેશદ્વાર પરની બીજી બધી વગર કુટિરમાં રહેતા હતા. પરંતુ એક અમંગલ દિવસે તાડી પીધેલા એક માણુસ અંદર આવ્યા અને સંતની અસહાય અવસ્થાનો લાભ લઈને એમના પર પ્રહાર કરવા માંડયો. એણે એમની દાઢી ખે`ચી કાઢી, એમને લાકડીથી મારવા માંડવા, અને ખરાબ ગાળેા દીધી.
એટલામાં દડાની રમત રમવા ખેતરમાં આવેલા કેટલાક યુવકાનું ધ્યાન એ બાજુ ખેચાયું. એમણે હુમલાના અવાજ સાંભળ્યેા. કુટિરમાં પ્રવેશીને એમણે હુમલાખારથી સંતની રક્ષા કરી, અને એમનામાંના એક બાજુનાં ધરામાં પહેાંચી જઈને બીજાને ખભર પહેાંચાડી. થાડા વખતમાં તેા ઉત્તેજિત થયેલા લેાકેા ત્યાં એકઠા થયા અને પવિત્ર સતપુરુષને મારવાની દુષ્ટતા કરનારા પેલા લફંગા નશાબાજને મારવા માંડયો. એ લક્ગા માણસ માટે મરણુતાલ નવાની શકયતા ઊભી થઈ.
એ આખીય ઘટના દરમિયાન સતપુરુષ એક આદર્શ વિરક્ત પુરુષની પેઠે શાંત તથા સહનશીલતાથી સ ંપન્ન રહ્યા. પરંતુ છેવટે એમણે હસ્તક્ષેપ કર્યાં ને નીચેનો સંદેશ લખી બતાવ્યેા :
: