________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૩
માર્યા. બાજુની પડતર જેવી જમીનથી જરા દૂર ગયા, અને આખરે યોગીના સેવકના ઘરની માહિતી ધરાવતા એક છોકરાને પકડી પાડ્યો. લાંબી સફર પછી અમે એમના સ્થાન પર આવી પહોંચ્યા.
એ માણસ એક પગારદાર નોકર હતું. એની પત્ની તથા બીજાં કેટલાંય બાળકે એનું અનુકરણ કરતાં અમને જેવા બહાર આવ્યાં. અમે એની આગળ અમારી ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ અમને મદદ કરવાની એણે ના પાડી. એણે દૃઢતાપૂર્વક કહ્યું કે મૌનવ્રતધારી સંતપુરુષ છૂટાછવાયા મુલાકાતીઓને નથી મળતા, પરંતુ તદન એકાંતમાં રહે છે. એમના દિવસે ઊંડી ધ્યાનાવસ્થામાં પસાર થઈ રહ્યા હોવાથી, જે દરેકને એમના એકાંતમાં ભંગ પાડવાની અનુજ્ઞા આપવામાં આવે તો, એમને મોટું નુકસાન થાય. | નેકરને મેં મને અપવાદરૂપ ગણવા કહી જોયું, પણ એ એ જ અચળ રહ્યો. અમને જે યોગીના મકાનમાં પ્રવેશ કરવાની રજા આપવામાં નહિ આવે તો સરકારને વચ્ચે પડવું પડશે, એવી અયોગ્ય ધમકી પણ એકમેકની સામે આંખના ઈશારા કરતાં મારા મિત્રે આપી જોઈ. એ પછી ગરમાગરમ ચર્ચા ચાલી. ધમકીની સાથેસાથે મેં ઉદાર બક્ષીસનું પ્રલોભન પણ રજૂ કર્યું, અને એને પરિણામે નેકરે તરત જ નમતું મૂકયું ને એ ફેંચી લઈને આવી પહોંચ્યો. મારા સાથીદારે જણાવ્યું કે એ એક પગારદાર નેકર જ છે; કારણ કે જો તે સંતપુરુષને વ્યક્તિગત શિષ્ય હોત તે ધાકધમકી કે પૈસાને પ્રલોભનથી પણ ન ચળ્યો હોત.
કંપાઉન્ડના દરવાજા પાસે આવીને કરે લોઢાનું મોટું તાળું ઉઘાડી નાખ્યું. નોકરે જણાવ્યું કે સંતની પાસેની વસ્તુઓ એટલી બધી ઓછી છે કે એમને તાળાફેંચીની જરૂર નથી પડતી. એમને બહારથી બંધ કરવામાં આવે છે. દિવસમાં બે વાર નોકર એમની મુલાકાત લે છે ત્યારે જ એ બહાર નીકળી શકે છે. અમને વધુમાં એવી માહિતી મળી કે સંતપુરુષ આખા દિવસ દરમિયાન એમની