________________
ઉપર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ ઉપરાંત, કેટલીક ઊડતી વાતો, મૂર્ખતા ભરેલી દંતકથાઓ અને નિરાશાજનક વ્યવહાર વિના મને વધારે કશું ભાગ્યે જ મળી શક્યું. ક્રાઈસ્ટના જેવા વદન તથા ઝભભાને લીધે આશ્ચર્યકારક અસર પેદા કરી શકે તેવા એક સાધુપુરુષ સાથે મેળાપ થયો. પરંતુ એમણે જણાવ્યું કે એ પોતે જ કોઈ ઉત્તમ પ્રકારના પુરુષની પ્રાપ્તિ માટે પર્યટન કરી રહ્યા છે. પોતાની સારી જેવી ખેતીલાયક જમીનનો ત્યાગ કરીને તે ભિક્ષુક કે પરિવ્રાજક બન્યા હતા. પછાત તથા દુઃખી હિંદીઓની એક ઠેકાણે બેસીને સેવા કરવાની શરતે પોતાની જમીન એ મને આપવા તૈયાર થયા. પરંતુ અફસોસની વાત તો એ હતી કે હું પોતે જ દુ:ખી કે પીડિત હતો. એટલે એ ઉદાર માગણી મેં પાછી વાળી દીધી.
એક દિવસ એક પ્રખ્યાત યોગીપુરુષ વિશે મારા સાંભળવામાં આવ્યું. એ મદ્રાસથી અર્ધો માઈલ જેટલે દૂર રહેતા, છતાં કેઈને પરિચય પસંદ ન કરતા હોવાથી થોડા લેકે તેમને જાણી શકતા. એમની માહિતી મેળવીને મારી આતુરતા વધી ગઈ અને એમને રૂબરૂ મળવાનો મેં નિર્ણય કર્યો.
ઊંચાઊંચા વાંસને થાંભલાની વડવાળા ચોરસ કંપાઉન્ડમાં એમનું મકાન હતું. એ મકાન ખેતરના મધ્યભાગમાં તદ્દન એકાકી જેવું ઊભું હતું.
મારા સાથીદારે કંપાઉન્ડ તરફ સંકેત કર્યો.
“ગી દિવસને મોટો ભાગ ઊંડા ધ્યાનમાં ગાળે છે, એવું મારા જાણવામાં આવ્યું છે. આપણે દરવાજો ખખડાવીશું કે એમને બૂમ પાડીને બોલાવીશું તોપણ તે જગલીપણામાં ખપશે અને યોગી એ તરફ ધ્યાન પણ નહિ આપે.”
એક સાધારણ દરવાજા દ્વારા અંદર જવાતું હતું. પરંતુ એને મજબૂત તાળું હોવાથી ઘરમાં કેવી રીતે પ્રવેશ કરે તે ન સમજાયું. વાતાવરણમાં સંપૂર્ણ શાંતિ હતી. અમે ખેતરની આજુબાજુ આંટા