________________
૧૫૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમની મુખાકૃતિ જોતાંવેંત જ મારા સ્મૃતિપટ પર એક એવા માનવની મુખાકૃતિ તાજી થઈ જેના પર જીવન પરના વિજયનું સ્મિત શોભી રહ્યું છે, અને આપણા જેવા નિબળતાથી ભરેલા માનવો ઇચ્છાઓ કે અનિચ્છાએ જેમનો શિકાર થાય છે તે નબળાઈઓને જેણે જીતી લીધી છે. મુખાકૃતિ જાણે કે હમણાં જ હસી ઊઠશે એવું લાગતું હતું. નાક નાનું ને સીધું હતું, આંખ ખુલ્લી હતી. એ અનિમેષ દૃષ્ટિથી જોતી ભ્રમરપ્રદેશમાં સ્થિર થઈ હતી. એ મહામાનવ બિલકુલ હાલ્યા ચાલ્યા વગર કોરી કાઢેલી પથ્થરપ્રતિમાની પેઠે બેઠા હતા. | મારા સાથીદારે મને શરૂઆતમાં માહિતી આપેલી કે મૌની સંત સાચેસાચ પોતાની અંદરની દુનિયામાં ડૂબી ગયા છે, એમની ચિત્તવૃત્તિ કામચલાઉ લીન થઈ છે, અને એમની આજુબાજુના વાતાવરણનું ભાન એમને જરા પણ નથી રહ્યું. એ સંતપુરુષનું બારીકાઈથી નિરીક્ષણ કરવા છતાં એમની ઊંડી સમાધિદશા વિશે શંકા કરવાનું કઈ જ કારણ મને ન દેખાયું. મિનિટો કલાકોમાં વધારે કરતી ગઈ છતાં એ એવા જ સ્થિર રહ્યા.
મારા પર સૌથી વધારે પ્રભાવ તો એ વાતનો પડો કે એ બધા જ વખત દરમિયાન એમની આંખનું મટકું પણ ન પડયું, પાંપણને પડવા દીધા વિના બે કલાક સુધી સ્થિર રીતે એક જ આસન પર બેસીને જોઈ રહેનાર મનુષ્યનું દર્શન મને આજ સુધી નહોતું થયું. ધીમેધીમે, મને એ નિર્ણય પર પહોંચતાં વાર ન લાગી કે ગીની આંખ જે હજી પણ ખુલ્લી હોય તો એ દેખતી તે નથી જ. મન જાગ્રત હોય તે પણ આ પાર્થિવ દુનિયામાં તે જાગ્રત નથી જ. એમના શરીરની બધી જ શક્તિઓ શાંત થઈ છે. વચ્ચેવચ્ચે એમની આંખમાંથી એકાદ અશ્રુબિન્દુ ટપકી પડતું, - આંખની પાંપણ સ્થિર હોવાથી અશ્રુવાહિની પિતાનું કામ બરાબર કરી શકતી નહોતી એ સ્પષ્ટપણે દેખાઈ આવતું.