________________
૧૫૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
રાતના આકાશનો રંગ ઘેરે વાદળી હતે. શુકને અત્યંત તેજસ્વી તારો આપણી પૃથ્વીની તદ્દન પાસે દેખાતો. ચાલતી વખતે રસ્તા પર અનંત શાંતિ ફરી વળવા લાગી. એક જાતની ગહન સ્તબ્ધતાએ મને ઘેરી લીધો. વચ્ચેવચ્ચે દેખાતાં અને મારા મસ્તક પરથી પસાર થતાં ચામાચીડિયાં એમની પાંખોને ધીમેથી હલાવતાં હતાં. આખુંય દશ્ય આનંદદાયક હતું. એકાદ ક્ષણ સુધી હું ઊભો રહ્યો. ચંદ્રના વિસ્તરતા પ્રકાશમાં સામેથી આવતો માણસ બરાબર ભૂત જેવો જ દેખાતે હતો.
ઘેર પહોંચ્યા પછી મને લાગ્યું કે રાતે મોડે સુધી મારે જાગરણ કરવાનું હતું પરોઢિયાને સમય પાસે આવ્યો ત્યારે આખરે મને ઊંઘ આવી, અને વિચારોનાં વમળો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયાં.