________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૯
“ના. એવું તે નહિ થઈ શકે. પરંતુ આ પથ્થરમાં એક જાતની અલૌકિક શક્તિ છે. એ શકિતને લીધે તમે મોટા મોટા ગુપ્ત સંતોના સહવાસમાં સહેલાઈથી આવી શકશે, એટલું જ નહિ પણ તમારી પોતાની સુષુપ્ત દૈવી શક્તિને પણ જગાડી શકશે. એ હકીકત સ્વાનુભવથી સમજી શકશે. જયારે એવી જરૂર લાગે ત્યારે વીંટીને પહેરી લેજે.”
છેટલી મિત્રતાભરી વિદાય પછી અમે અમારે રસ્તે છૂટા પડ્યા.
વિચારોથી વીંટળાયેલા મગજ સાથે મેં ધીમેધીમે ચાલવા માંડ્યું. બ્રહ્મના દૂર રહેતા ગુરુના સંદેશ પર હું વારંવાર વિચાર કરવા માંડયો. એ સંબંધમાં શંકા કરવાનું કોઈ કારણું નહોતું. મારી માન્યતા ને શંકાશીલતા વચ્ચે મારા હૃદયમાં તીવ્ર ઘર્ષણ ચાલતું હોવા છતાં મેં બને તેટલી શાંતિ રાખી.
સેનાની વીંટી તરફ દષ્ટિપાત કરીને મેં મારી જાતને પૂછયું, કે આવી નાનકડી વીંટીમાં આવી શક્યતા કેવી રીતે હોઈ શકે ? માનસિક કે આત્મિક રીતે મને કે બીજાને એની અસર કેવી રીતે પહોંચી શકે એ મને ન સમજાયું. માન્યતા અંધવિશ્વાસની ઉપરવટ જવા લાગી. છતાં બ્રહ્મને એની શક્તિની સચ્ચાઈમાં ઊંડો વિશ્વાસ હતો. એ શું સંભવિત છે ? મારે જાણે કે ઉત્તર આપવા માટે બાધ્ય બનવું પડયું કે આ વિચિત્ર દેશમાં બધી જ વસ્તુઓ સંભવિત હોઈ શકે છે. પરંતુ બુદ્ધિ પાછી મદદે દેડી અને પ્રશ્નોની પરંપરા રજૂ કરવા માંડી.
ગહન વિચારમાં ડૂબીને મેં આવેગવશ થઈને આગળ ને આગળ ચાલવા માંડયું. એટલામાં તો મને ઠેસ વાગી ને મારું કપાળ ભટકાયું. ઉપર જોયું તે ચિત્તાકર્ષક તાડનું વૃક્ષ દેખાયું. એની ડાળીઓ વચ્ચે આગિયા ઠેકઠેકાણે નૃત્ય કરતા હતા, - ભા. આ. ૨. છે. ૧૦