________________
૧૪૮
ભારતના આધ્યત્મિક રહસ્યની ખેાજમાં
સંદેશવાહક વિના મને એમનો સંદેશ મળ્યા કરેછે. એમનો સંકલ્પ હવામાંથી દેાડતો આવે છે. એ મને મળે છે અને હું સમજી શકુ છું.’ • વિદ્યુત્સંદેશ ? ’
તમે એમ માનો તો એમ.’
C
મારે ઊઠવાનો વખત થયેા હોવાથી હું ઊભા થયા. અમે ચાંદનીમાં છેલ્લે વિહાર કરવા સાથે ચાલી નીકળ્યા, અને બ્રહ્મના મકાનથી બહુ દૂર નહિ એવા મ ંદિરની પ્રાચીન દીવાલા પાસેથી પસાર થયા. રસ્તા પર પથરાયેલાં સુદર તાડવ્રુક્ષાની ૫ક્તિએ પાસે આવીને અમે અટકા. ત્યારે જુદીજુદી અસંખ્ય ડાળીઓમાંથી ચંદ્ર ડેાકિયાં કરતો હતા.
વિદાય દેતી વખતે શ્રશ્ને ગણગણાટ કર્યો :
'
તમને ખબર છે કે મારી સંપત્તિ ઘણી ચૈાડી છે. આ વસ્તુનું મૂલ્ય મારે મન ઘણું મેાટુ' છે. તે તમે ગ્રહણ કરો.’
ડાબા હાથની ચાથી આંગળી પકડીને એમણે કશુંક કાઢયુ પછી જમણા હાથની હથેળી આગળ ધરી. ચંદ્રનાં કિરણેામાં એની મધ્યમાં મેં એક સાનાની વીંટી ચમકતી જોઈ. લાલ અને ભૂખરા ર્ગના આંકાવાળા લીલા પથ્થરને આઠ પાતળા અંકાડા વીંટી વળેલા. અમે છૂટા પડતી વખતે ભેટવા ત્યારે બ્રહ્ને એ વીંટી મારા હાથમાં મૂકી, એ એકાએક મળેલી ભેટનો અસ્વીકાર કરવાનો પ્રયાસ મેં કરી જોયા, પર ંતુ નિશ્ચયાત્મક રીતે મારા પર દબાણ કરીને મારા ઇનકારને એમણે માન્ય ન રાખ્યા.
(
યેાગની સાધનામાં આગળ વધેલા એક મહાપુરુષે મને આ વીંટી ભેટ આપેલી. એ દિવસેામાં જ્ઞાનની પ્રાપ્તિ માટે હું લાંબાલાંબા પ્રવાસ કરતા. હવે તમે તેને પહેરી લેા એવી મારી પ્રાર્થના છે.’ મે' એમનો આભાર માન્યા અને વિનોદમાં પૂછ્યું : “ આનાથી મારું ભાગ્ય સારું બનશે ?'