________________
મૃત્યુને જીતનારે યોગ
૧૪૭
એ પછી લાંબા વખત સુધી શાંતિ રહી. બ્રહ્મ ગુસપુસ કરતા હોય એવા સ્વરમાં આખરે એ શાંતિનો ભંગ કર્યો. કોઈક નવી હકીકત જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને મેં શિક્ષક તરફ જવા માંડયું.
કાલે રાતે મારા ગુરુ મારી સામે પ્રકટ થયા. તેમણે મને તમારે વિશે કહેવા માંડયું. તેમણે કહ્યું કે તારા મિત્ર – સાહેબ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્સુક છે. ગયા જનમમાં તે આપણી સાથે હતા. તે યોગાભ્યાસ કરતા હતા, પરંતુ આપણી પદ્ધતિ પ્રમાણેને નહિ. અત્યારે એ અંગ્રેજ થઈને આપણા દેશમાં આવ્યા છે. પહેલાંનું જ્ઞાન એ ભૂલી ગયા છે. છતાં એ વિસ્મૃતિ કામચલાઉ છે. કોઈક ગુરુની કૃપા નહિ થાય ત્યાં સુધી પૂર્વજન્મનું એ જ્ઞાન નહિ જાગે. એ જ્ઞાનની જાગૃતિ માટે ગુરુના અલૌકિક સ્પર્શની આવશ્યકતા છે. એમને કહેજે કે એ વહેલી તકે ગુરુની પ્રાપ્તિ કરશે. તે પછી પ્રકાશ આપોઆપ પેદા થશે એ નિશ્ચિત છે. એમને ચિંતાનો ત્યાગ કરવાનું કહી દે. એ નહિ થાય ત્યાં સુધી તેઓ આ દેશ નહિ છોડી શકે. પ્રારબ્ધનો લેખ એ જ છે કે આપણને એ ખાલી હાથે નહિ છોડી જાય.'
હું આશ્ચર્યચકિત થઈને પાછા હઠયો.
ફાનસનો પ્રકાશ અમારા પર પડી રહ્યો હતો. એ પીળા જેવા પ્રકાશમાં જોઈ શકાયું કે યુવાન દુભાષિયાની મુખાકૃતિ આશ્ચર્યથી ચકિત તથા પ્રભાવિત બની ઊઠી.
“તમે હમણાં ન કહ્યું કે તમારા ગુરુ દૂર નેપાળમાં છે?” ઠ૫ દેતો હોઉં તેમ મેં કહેવા માંડયું.
એ અત્યારે પણ ત્યાં જ છે.'
તો પછી પૃથ્વી પર એક રાતમાં એ બારસો માઈલની મુસાફરી કેવી રીતે કરી શકે?’
બ્રહ્મ સૂચક સ્મિત કર્યું.
“અમારી વચ્ચે ભારતનું વિશાળ ભૌતિક અંતર હોવા છતાં, મારા ગુરુ સદાય મારી સાથે જ હોય છે. કોઈ પણ પ્રકારના કાગળ કે