________________
૧૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
કર્યો. એ તાર જેવાં વિશેષ ચિહ્નોથી, ખાસ સંકેતથી, અને લાલ, લીલી અને કાળી શાહીથી દોરેલી આકૃતિઓથી ભરેલું હતું. કાગળને ઉપરનો ભાગ ભૂગળાના જેવી ગોળાકાર મોટી આકૃતિથી શણગારેલું હતું, અને એમાં સૂર્ય, ચંદ્ર અને મનુષ્યની આંખનાં ચિહ્નો હતાં. એ બધાં જ લખાણ અને ચિત્રોની વચ્ચે કાળી છૂટી જગ્યા હતી.
રાતના થોડા કલાક મેં આને તૈયાર કરવામાં ગાળ્યા છે.” બ્રહ્મ જણાવ્યું: “તમે ફરી આવે ત્યારે વચ્ચેની છૂટી જગ્યામાં મારે ફેટો ચુંટાડજે.”
એમણે કહ્યું કે રાતે સૂતાં પહેલાં પાંચ મિનિટ જો એ વિચિત્ર દેખાતા છતાં કળાત્મક કાગળ પર મારા મનને સ્થિર કરી શકીશ તે મને એમનું સ્પષ્ટ અને સુંદર સ્વપ્નદર્શન થઈ શકશે.
“આપણું શરીરની વચ્ચે પાંચ હજાર માઈલનું અંતર હશે તોપણ, આ કાગળ પર તમારા વિચારોને કેન્દ્રિત કરશે એટલે આપણા આત્મા રાતે ભેગા થશે.” એમણે દઢતાપૂર્વક કહેવા માંડયું ને સમજાવ્યું કે એ મેળાપ અત્યાર સુધીના શારીરિક મેળાપ જેવો જ સાચો અને વાસ્તવિક હશે.
મેં એમને માહિતી આપી કે મારો સામાન પેક કરે છે એટલે થોડા વખતમાં જ હું રવાના થઈશ, અને ફરી પાછો ક્યારે મળીશ તે કહી શકાય તેમ નથી.
તેમણે કહ્યું કે જે પ્રારબ્ધ આપણે માટે નકકી થયું હોય તે પૂરું કર્યા વિના છૂટકો નથી. અને પછી નિશ્ચયાત્મક રીતે બોલ્યા:
" “તાંજોર જિલ્લામાં બે સાધકે મારી રાહ જુએ છે. તેમને માટે હું વસંત ઋતુમાં આ સ્થાનનો ત્યાગ કરીશ. તે પછીની ઘટ નાઓનું અનુમાન છે કેણ કરી શકે ? “તમે જાણે જ છે કે મારા ગુરુદેવ મને એક દિવસ બોલાવી લે એવી હું આશા રાખું છું.'