________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૩
રીતે નહેતે કહી શકતે. એમણે કહેલાં અવનવાં સત્ય અને એમના વિચિત્ર સિદ્ધાંત કેટલે અંશે સત્ય છે તે હું ભાગ્યે જ કહી શકું તેમ હતું, પરંતુ પિતાના એકાંતિક જીવનમાં મને પ્રવેશ કરાવવાની તેમણે તૈયારી બતાવી તે વાતની કદર કર્યા વિના હું ન રહી શક્યો. અવારનવાર મને લાગ્યું છે કે અમારાં હૃદય સહાનુભૂતિપૂર્વક એકમેકની પાસે ને પાસે આવી પહોંચ્યાં છે અને એમની સ્વાભાવિક એકાંતિકતાના ભંગને શો અર્થ થાય છે તે મને હવે સમજાયું છે.
આજે રાતે મારા નજીકના પ્રસ્થાનના બહાના નીચે એમનાં ઊંડાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા એમને ઉત્તેજિત કરવાને એક આખરી પ્રયાસ મેં કરી જે.
શહેરી જીવનને ત્યાગ કરીને પર્વતે કે જંગલમાં ચેડાંક વરસો સુધી નિવૃત્ત થવા તમે તૈયાર છો?” એમણે મારી તપાસ કરતાં પૂછ્યું. - “બ્રહ્મ, મારે પહેલાં એને વિચાર કરવો પડશે.”
તમારી બધી પ્રવૃત્તિ, બધી ક્રિયાઓ, બધી સુખસાહ્યબીનો ત્યાગ કરીને તમારે સમગ્ર સમય યોગસાધનાની અમારી પદ્ધતિ પાછળ વ્યતીત કરવા તૈયાર છે ? અને એ પણ ડાક મહિનાઓ માટે નહિ પરંતુ કેટલાંક વરસ સુધી ?”
મને એવું નથી લાગતું. ના. એને માટે મારી તૈયારી જરા પણ નથી.”
તે પછી તમને હું વધારે આગળ નહિ લઈ જઈ શકું. હઠયોગની આ સાધના માણસના ફાલતુ વખતની ફક્ત રમતગમત બનવા જેટલી સાધારણ નથી. એ એના કરતાં વધારે ગંભીર છે.”
યોગી બનવાની મારી તકેને મેં સરી જતી ને નહિવત બનતી જોઈ. મને ખેદજનક ખાતરી થઈ ગઈ કે વરસોની કઠોર સાધના તથા કડક અને ઉચ્ચ શિસ્તવાળી એ વેગ પદ્ધતિ મારે