________________
૧૪૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“એમની ગતિવિધિ વિશે પહેલેથી કોણ કહી શકે? નેપાળમાં એ ઘણું વરસો સુધી રહે પણ ખરા, કે ફરી વાર સફર પણ શરૂ કરે. નેપાળમાં એમને વધારે ગમે છે, કેમ કે અમારી યોગસાધનાનો વિકાસ ભારત કરતાં ત્યાં વધારે પ્રમાણમાં થાય છે. હઠયોગનું શિક્ષણ પણ જુદા જુદા સંપ્રદાયમાં જુદું પડે છે. અમે તંત્રમાર્ગમાં માનીએ છીએ, અને એ માર્ગને અહીં કરતાં નેપાળના વાતાવરણમાં વધારે સારી રીતે સમજવામાં આવે છે.'
એટલું કહીને બ્રહ્મ શાંતિ રાખી. મેં અનુમાન કર્યું કે પિતાના ગુરુના કોયડારૂપ વ્યક્તિત્વનો એ ભકિતપૂર્વક વિચાર કરી રહ્યા છે. આજે રાતે મેં સાંભળેલી આ વાતોમાં જે દંતકથા કરતાં કાંઈક વધારે વાસ્તવિકતા હોય તે તે ખરેખર, બીજી બાજુએ જે ઉંમરની ઉપરવટ થઈ ચૂકેલા અમર માનવોની સૃષ્ટિ છે તેની ઝાંખી સહેલાઈથી કરી શકાય છે.
| મારી કલમ જ ઝડપથી નહિ ચલાવું તે આ પ્રકરણ કદી પૂરું નહિ કરી શકું. એટલા માટે યોગી બ્રહ્મ સાથેના મારા સંપર્કના છેલ્લા યાદગાર પ્રસંગનું વર્ણન કરવાનો પ્રયાસ કરી લઉં.
ભારતમાં સાંજ પછી રાત જલદી આવે છે. યુરોપની પેઠે ત્યાં સૂર્યાસ્ત પછી બહુ વિલંબ નથી થતો. બગીચાની મઢુલી પર અંધકારને પડદા પડવા માંડતાં બ્રહ્મ ફાનસ સળગાવ્યું અને છાપરા સાથે લટકાવ્યું. અમે ફરી બેસી ગયા.
પેલી વૃદ્ધા વિધવા સ્ત્રી સમજપૂર્વક ચાલી ગઈ, એથી અમારા શબ્દને અનુવાદ કરનાર શિક્ષક તથા યોગી સાથે હું એકલો. પડો. અગરબત્તીની સુવાસ આખા ઓરડાને એક પ્રકારના ગહન ધાર્મિક ભાવથી ભરી દેતી હતી.
એ સાંજે વિખૂટા પડવાના ખેદજનક વિચારે મને ઘેરી વળ્યા. એ વિચારો કાઢી નાખવાના નિષ્ફળ પ્રયાસ મેં કર્યા. મારા અંત૨માં જે હતું તે મારે ત્રીજા માણસ દ્વારા કહેવાનું હોવાથી સ્પષ્ટ