________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૧
સાધના સાથે લેવાદેવા ન હોય એવાને બનાવટી લાગે તેવા પ્રયોગો કરી બતાવવાની નિઃશંક શક્તિ ધરાવે છે. એ મુદ્દા સિવાયની બીજી વાતો સાથે સંમત થવું એ કામ મારે માટે મુશ્કેલ છે.
મારા માનસિક તર્કવિતર્કનું તોફાન મારા મુખ પર પ્રકટ થવા દીધા સિવાય હું એમનું મન જાળવતે શાંત રહ્યો.
કબરની નજીક બેઠેલા માણસોને એવી શક્તિઓ મેળવવાની ઈચ્છા વધારે થશે.”
બ્રહ્મ કહેવા માંડયું : “પરંતુ એમને મેળવવાનો માર્ગ જ ભયાનક છે એ ન ભૂલતા. અમારા ગુરુઓએ એ પ્રક્રિયાઓ વિશે કહ્યું છે કે હીરાની પેટીની પેઠે એમને ગુપ્ત રાખજે.”
એટલે તમે મારી આગળ તે પ્રકટ નહિ કરે, એમ ?” “જે સિદ્ધ બનવા માગતા હોય તેમણે દેડવાનો પ્રયત્ન કરતાં પહેલાં ચાલતાં શીખવું જોઈએ.' એમણે આછા સ્મિત સાથે ઉત્તર આપ્યો.
“એક છેલ્લે પ્રશ્ન પૂછું ?” યોગી બ્રહ્મ હકારમાં માથું હલાવ્યું. તમારા ગુરુ અત્યારે ક્યાં છે ?'
તેરાઈ જગલની પેલી તરફના નેપાળના પર્વતોમાં આવેલા એક મંદિરમાં એમણે પ્રવેશ કર્યો છે.”
એ મેદાની પ્રદેશમાં ફરી આવશે ખરા ?” (આશ્ચર્યકારક નિવેદનો અને શાંત પ્રતિપાદનવાળે એ આખાયે વાર્તાલાપ અત્યારે એક ચિત્રવિચિત્ર સ્વપ્ન જે લાગ્યા કરે છે. પુસ્તકમાં એની રજૂઆત કરવાનો અવસર આવ્યો છે ત્યારે બીજા કેટલાક વાર્તાલાપેને મારે ન છટકે કાઢી નાખવા પડયા છે તેમ આને પણ કાઢી નાખવાની ઈચ્છા થઈ આવે છે. મને એની શંકા નથી કે એને લીધે કેટલાય બુદ્ધિમાન અંગ્રેજે એશિયાની અંધ માન્યતાઓ પ્રત્યે મેં મચકોડશે. અને પ્રસિદ્ધિ માટે છેવટે મંજૂર રાખવાનું કારણું મારા પિતાના નહિ પરંતુ બીજા લોકોના ચુકાદાનું છે.)