________________
૧૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે નથી જ. છતાં શરીરની અલૌકિક સિદ્ધિઓ કરતાં મારા અંતરને બીજું કશુંક વધારે સ્પર્શ કરતું હતું. મને લેગીમાં વિશ્વાસ હતો.
બ્રહ્મ, આ શકિતઓ ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. એક દિવસ તમારી સાધનાના ઊંડાણમાં ઊતરવાનું મને ગમશે. છતાં એની મદદથી મને સનાતન સુખ કેટલા પ્રમાણમાં મળી શકે? યોગની અંદર એના કરતાં પણ કોઈ વધારે સારી વસ્તુ નથી ? હું જે કહેવા માગું છું તે સાફ તો છે ને?”
“હું સમજી શકું છું.” બ્રહ્મ માથું હલાવીને કહ્યું : અમે બંને હસવા માંડ્યા.
અમારાં શાસ્ત્રો સૂચવે છે કે વિવેકી સાધકે હઠયોગના અભ્યાસની પૂર્ણાહુતિ પછી રાજયોગના અભ્યાસનો આધાર લેવો.” એમણે ધીમે સ્વરે કહેવા માંડયું: “પહેલા અભ્યાસથી બીજી જાતના અભ્યાસનો માર્ગ મોકળો થાય છે એમ કહી શકાય. ભગવાન શંકર પાસેથી અમારા પ્રાચીન મહાપુરુષોએ એ યોગસિદ્ધાંત પ્રાપ્ત કર્યા ત્યારે તેમને કહેવામાં આવેલું કે એમનું અંતિમ ધ્યેય ભૌતિક સુખની પ્રાપ્તિનું નથી. એ બધા સમજતા હતા કે શરીરનો જપ મનના વિજયનું પ્રારંભિક પગથિયું છે, અને મનનો વિજય આત્મિક પરિપૂર્ણતાનું સાધન માત્ર છે. એટલે અમારી સાધના આમ તે શરીર સાથે જ સંબંધ રાખીને આગળ વધે છે, પરંતુ શરીરમાં કેદ બની બેસી રહેવાને બદલે આત્મા સુધી પહોંચી જાય છે. મારા ગુરુદેવે મને તેથી જ કહ્યું છે કે પહેલાં હઠયોગનો અભ્યાસ કર, પછી રાજયોગમાં પ્રવેશ કરી શકીશ. શરીર પર કાબૂ મેળવ્યા પછી તે મનના માર્ગમાં અંતરાયરૂપ નથી થતું. વિચારનો નિરોધ કરવાના કામમાં સીધી રીતે કેઈક વિરલ જ સફળ થઈ શકતા હેય છે. છતાં રાજયોગ અથવા મને નિગ્રહના