________________
૧૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પશ્ચિમના શકાશીલ કાન આ નિવેદનોનો સ્વીકાર નહિ જ
કરી શકે.
- પરંતુ ઇતિહાસનું પુસ્તક વાંચનાર કાઈ પણ બાળક એવી વાતા કહી શકે.' મેં વળતાં કહ્યું.
બ્રહ્મ મારી ટીકાની અવગણના કરીને કહેવા માંડયું: · મારા ગુરુને પાણીપતનું પહેલું યુદ્ધ બરાબર યાદ છે અને પ્લાસીની લડાઈના દિવસે પણ એ નથી ભૂલ્યા. મને એનું પણ સ્મરણ છે કે એમના ગુરુભાઈ બેશુદાન દનો ઉલ્લેખ એક વાર એમણે માત્ર એંશી વરસના બાળક તરીકે કરેલા.’
એ અવનવી વાત કહેતી વખતે બ્રહ્મનો કાળા, પહોળા નાકવાળા ચહેરો એવા જ નિર્વિકાર રહ્યો, ચેાખ્ખી ચાંદનીમાં એ હું બરાબર જોઈ શકયો. આધુનિક વિજ્ઞાને શીખવેલી સંશાધનની નિયમચુસ્ત પદ્ધતિથી પાષાયેલું મારું મગજ આવાં વિધાનોનો
સ્વીકાર કેવી રીતે કરી શકે? બ્રહ્મ આખરે તે હિંદુ હોવાથી એ પ્રજાની લેાકવાયકાઓને ગળી જવાની ખાસિયતથી પર ન જ હોઈ શકે. એમની સાથે વિવાદમાં ઊતરવું વ્ય છે એમ સમજીને હું શાંત રહ્યો.
યેાગીએ ચાલુ રાખ્યું;
ભારત તથા તિબેટની વચ્ચે આવેલા નેપાળના જૂના મહારાજાના આધ્યાત્મિક સલાહકાર તરીકે મારા ગુરુએ અ અગિયારથી વધારે વરસ સુધી કામ કરેલું. હિમાલયના પર્વતીય પ્રદેશમાં રહેતાં ગ્રામજના એમને ઓળખે છે ને પ્રેમ કરે છે. એ એમની સાથે માયાળુતાથી પિતા જેવી રીતે પેાતાનાં બાળકા સાથે કરે તેવી રીતે વાત કરે છે. ગ્રામજનોની એ મુલાકાત લે છે ત્યારે એમને એ બધા ઈશ્વરની પેઠે પૂજે છે. નાતજાતના નિયમેાના એ ખ્યાલ નથી કરતા તથા માંસમચ્છી પણ નથી ખાતા.'
• એક માણસ માટે એટલું બધુ જીવવાનું કેવી રીતે શકય હાઈ શકે ? ” મારા વિચારાનો પડધા સહસા ફ્રી વાર પડવા માંડયો.