________________
મૃત્યુને જીતનારો ગ
૧૩૭
કઈ પણ પ્રકારની શંકા વગર. મારી આગળ મારા પિતાના ગુરુનો દેખીતે દાખલ શું નથી પડ્યો ?”
દિવસો સુધી મારા મનમાં રહેલ પ્રશ્ન હવે આગળ આવ્યા. અત્યાર સુધી એ પૂછતાં મને સંકેચ થતો, પરંતુ અમારી મિત્રતા હવે એટલી ઘનિષ્ટ બની ગઈ હતી કે એ પ્રશ્ન પૂછવાની મેં હિંમત કરી. યોગી તરફ નિખાલસતાથી જોઈ મેં પ્રશ્ન કર્યો :
બ્રહ્મ ! તમારા ગુરુ કોણ છે?”
એકાદ ક્ષણ નિરુત્તર રહીને એ મારી તરફ તાકી રહ્યા. એમણે મારી તરફ સંકેચ સાથે જોયા કર્યું. પછી એમણે શાંત ને ગંભીર સ્વરમાં કહેવા માંડયું ?
એમના દક્ષિણી શિવે એમને યેરુશ્રુ સ્વામી એટલે કે કીડી ગુરુને નામે ઓળખે છે.”
કેવું અજબ જેવું નામ ?” મેં એકાએક ઉદ્દગાર કાઢયો.
મારા ગુરુ ચોખાનો લોટ ભરેલી થેલી રાખે છે. એ લેટ એ જ્યાં હોય ત્યાં બધે જ કીડીઓને ખવડાવે છે. પરંતુ ઉત્તરમાં અને હિમાલયનાં ગામડાંમાં એ રહેતા હોય છે ત્યારે એ બીજે નામે સંબધાય છે.”
એ તમારા હઠયોગમાં પરિપૂર્ણતાએ પહોંચેલા છે?” જરૂર.” અને તમે સાચે જ માને છે કે એમની ઉંમર?”
મને ખાતરી છે કે એમની ઉંમર ચાર વરસ ઉપરની છે.” બ્રહ્મ શાંતિપૂર્વક વાક્ય પૂરું કર્યું.
ફરી પાછી શાંતિ પથરાઈ રહી. મેં એમની તરફ મંત્રમુગ્ધ બનીને જોવા માંડયું
મોગલ સમ્રાટોના જમાનામાં જે થયું તેનું વર્ણન એમણે કેટલીય વાર કરી બતાવ્યું છે.” યોગીએ આગળ ચલાવ્યું: “અને ઈસ્ટ ઈન્ડિયા કંપની સૌથી પહેલાં મદ્રાસ આવી તે દિવસની વાત. પણ એમણે કહી બતાવી છે.”