________________
૧૬૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
બરાબર છે.” બ્રો મંજૂર રાખ્યું : “શરીરસંયમની આ સાધના બહુ જ ઓછા માણસો માટે છે. એટલા માટે તે એ વિદ્યાના આચાર્યોએ સૈકાઓથી એને એક ગુપ્ત રહસ્ય તરીકે સાચવી રાખી છે. શિષ્યની શોધ એ ભાગ્યે જ કરતા હોય છે : શિષ્યોએ એમની શોધ કરવી પડે છે.”
અમે બીજી વાર મળ્યા ત્યારે બ્રહ્મ મારા મકાનની મુલાકાત લીધી. સાંજનો સમય હોવાથી અમે થોડી વાર પછ ભોજન કરવા ઊભા થયા. ભજન તથા એ પછીની ડીક વિશ્રાંતિ પછી અમે ચાંદનીવાળી ઓસરીમાં ગયા. ત્યાં હું આરામ ખુરસી પર બેઠે, અને ગીએ જમીન પરની સાદડી પર બેસવાનું જ ઠીક ગમ્યું.
પૂનમના ચંદ્રના ઉજજવળ પ્રકાશને આનંદ લેતા થડાક સમય સુધી અમે શાંત રહ્યા.
અમારી છેલ્લી મુલાકાતની આશ્ચર્યકારક ઘટનાઓનું સ્મરણ હેવાથી, મૃત્યુની સામે સ્મિત કરનારા માનની ના માનવા જેવી વાત મેં નવેસરથી ઉપાડી.
“કેમ નહિ?” બ્રહ્મ પિતાને પ્રિય સવાલ પૂછીને કહ્યું : અમારા હઠયોગમાં સિદ્ધ થયેલા એક મહાપુરુષ દક્ષિણમાં નીલગિરિ ટેકરીઓમાં નિવાસ કરે છે. એમને નિવાસ છોડીને એ ક્યારેય બહાર નથી નીકળતા. ઉત્તરમાં હિમાલયની ગુફામાં ઘર કરીને એક બીજા યોગી પણ વાસ કરે છે. એ મહાપુરુષો જગતથી ઉદાસીનભાવે રહેતા હોવાથી, એમનું દર્શન તમને નહિ થઈ શકે. છતાં એમના અસ્તિત્વની વાત અમને પરંપરાથી પ્રાપ્ત થતી આવી છે, અને અમને કહેવામાં આવ્યું છે કે એમણે પિતાના જીવનને સૈકાઓ સુધી લંબાવ્યું છે.'
તમને શું આ બધું સાચું લાગે છે?” મેં શંકાને વિરોધી સૂર કાઢતાં કહ્યું.