________________
૧૩૫
મૃત્યુને જીતનારે યોગ છેલ્લા શીખ રાજા રણજિતસિહે એ બધું નજરે જોયેલું. યોગની એ જીવંત સમાધિ પર સૈનિકોએ છ અઠવાડિયાં સુધી પહેરે ભરેલ. પરંતુ યોગી એ સમાધિમાંથી જીવંત અને સ્વસ્થ દશામાં બહાર આવેલા. એ હકીકતની તપાસ કરજે, કારણ કે તમારી સરકારના દસ્તાવેજોમાં ક્યાંક એ બધું લખવામાં આવ્યું છે. એ યોગીને પિતાના પ્રાણુ પર પૂરો કાબૂ હતો, અને મૃત્યુના ભય વિના તેને, ઈચ્છીનુસાર રોકી રાખવાની તેમની શક્તિ હતી. તે છતાં એ સંપૂર્ણ સિદ્ધ તો ન જ હતા, કારણકે એમના પરિચયમાં આવેલા એક વૃદ્ધ પુરુષ દ્વારા જાણવા મળ્યું છે કે એમનું ચારિત્ર્ય સારું નહોતું. એમનું નામ હરિદાસ હતું, અને એ ઉત્તર ભારત માં નિવાસ કરતા. એ મહાપુરુષ જ એવી હવા વગરની જગ્યામાં એટલા લાંબા વખત સુધી શ્વાસ લીધા વિના રહી શક્યા તે પછી એકાંતમાં અભ્યાસ કરનારા અને કેવળ સુવર્ણ મેળવવા માટે એવા અદ્દભુત પ્રયોગ નહિ કરનારા સમર્થ યોગી પુરુષો તો કેટલું બધું વધારે કરી શકે ?
અમારી વાતચીતને અંતે ઊંડી શાંતિ ફેલાઈ રહી.
અમારી યોગવિદ્યાથી મેળવી શકાય એવી બીજી પણ કેટલીક આશ્ચર્યકારક સિદ્ધિઓ છે, પરંતુ આ અધોગતિના વખતમાં એમને મેળવવા માટેની મોટી કિંમત કોણ ચૂકવી શકે તેમ છે ?”
તેઓ ફરી વાર શાંત થયા.
“જિંદા જીવનમાં અમારે એવી સિદ્ધિઓની પ્રાપ્તિ કરવા સિવાય બીજું ઘણુંય કરવાનું હોય છે. મારા વિચારોના બચાવનો પડઘો પાડતાં મેં કહેવાનું સાહસ કર્યું.
* (પાછળથી એ હકીકતની તપાસ કરવાથી જણાયું કે એ બનાવ ઈ. સ. ૧૮૩૭માં લાહેરમાં બનેલો. યોગીને રાજા રણજિતસિંહ, સર કલોડ વાડે, ડોકટર હાનિમ્બર્જર અને બીજાની રૂબરૂ જમીનમાં દાટવામાં આવેલા. કેઈપણ પ્રકારનું છળકપટ થતું અટકાવવા માટે એમની સમાધિ આગળ દિવસરાત શીખ સૈનિકને પહેરે રહેતું. ચાલીસ દિવસ પછી યેગીને જીવતા બહાર કાઢવામાં આવેલા. એની સંપૂર્ણ માહિતી કલકત્તામાં રખાયેલા દસ્તાવેજો ૧ મળી શકે છે)