________________
૧૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પારંગત થયેલા પુરુષ એની મદદથી પેાતાના જીવનપ્રવાહને સાચવી રાખે છે એ વાતને સમજી શકેા છે ?'
"
સમજી શકું છું.”
- તેા પછી એક સિદ્ધ ચેાગી જે કેવળ કુતૂહલને ખાતર ઘેાડીક મિનિટ સુધી જ નહિ, પરંતુ અઠવાડિયાં, મહિના ને વરસા સુધી પ્રાણવાયુને રોકી શકે છે તેની કલ્પના કરો. તમે પોતે જ સ્વીકારે કે પ્રાણુ હોય ત્યાં જીવન પણ હેાવું જોઇએ. તેા પછી માણસને માટે દીર્ઘાયુ થવાની સંભાવના કેટલી માટી છેતે તમે નથી જોઈ શકતા ? ’
હું મૂંગા બની ગયા. એ વકતવ્યને હું હાસ્યાસ્પદ કેવી રીતે માની શકું? છતાં પણ એને સ્વીકારી પણુ કેમ શકુ? એ વક્તવ્ય આપણા મધ્યયુગના યુરોપિયન કીમિયાગરાનાં મિથ્યા સ્વપ્નાની સ્મૃતિ નથી કરાવતું ? એ સ્વપ્નસેવીએએ જીવનને અમર કરવાના કીમિયા શોધવાના પ્રયાસ કર્યાં, છતાં વારાફરતી મૃત્યુના મહાશસ્ત્રના શિકાર બન્યા. પરંતુ બ્રહ્મનો પેાતાના દષ્ટિકાણુ જો ચાખ્ખા હાય તેા તે મને છેતરવાની કેાશિશ શા માટે કરે ? એમણે મારા સંસની ઇચ્છા નથી રાખી અને શિષ્યાને બનાવવાનો પ્રયત્ન પણ એ નથી કરતા.
મારા મગજમાં એક વિચિત્ર ભયની ભાવના પેદા થઈ. જો તે પાગલ જ હશે તેા ? પરંતુ ના. બીજી વાતેામાં એ ખૂબ જ સમજદાર ને તર્કબદ્દ લાગતા હતા, એ ભૂલ્યા છે એવું માનવું શું વધારે સારુ નહિ થાય ? પરંતુ એ નિણૅય પર પહેાંચવાનું પણ મને ઠીક ન લાગ્યું. મારી ગૂંચવણના પાર ન રહ્યો.
"
મારા કહેવામાં તમને વિશ્વાસ નથી આવતા ? એ કરી રજિતસિંહ દ્વારા લાહેારના ભોંયરામાં દાટવામાં આવેલ
.
માલ્યા
પેલા ફકીરની વાત તમે નથી સાંભળી ? એ યાગીને અંગ્રેજ લક્ષ્ય અમલદારાની હાજરીમાં જ જમીનની અંદર રાખવામાં આવેલા