________________
મૃત્યુને જીતનારો ગ
૧૩૩
જીવન સદાય ચાલુ રહે છે. એમણે ભારપૂર્વક ઉત્તર આપે. મરણ તે માત્ર શરીરનો સ્વભાવ છે.'
“પરંતુ એને અર્થ સાચેસાચ એવો તે નહિ જ કરવા માગતા હે કે મૃત્યુને જીતવાનું શક્ય છે ?” મેં અતિશ્રદ્ધાથી પ્રેરિત થયા વિના પૂછયું.
બ્રહ્મ મારી તરફ સૂચક દષ્ટિપાત કર્યો.
“શા માટે નહિ ?” એટલું કહીને એ અટકી ગયા. એમની આંખ માયાળુતાથી મારું નિરીક્ષણ કરવા લાગી.
તમારામાં કેટલીક શક્યતાઓ હોવાથી, અમારાં પ્રાચીન રહસ્યમાંથી એક તમારી આગળ ખુલ્લું કરીશ. પરંતુ તે પહેલાં તમારે એક શરત કબૂલ કરવી પડશે.”
“કઈ શરત ?”
મારા તરફથી પાછળથી શીખવવામાં આવે તે સિવાયની પ્રાણાયામની કેાઈ પણ ક્રિયા તમે પ્રયોગને ખાતર નહિ કરે.”
કબૂલ છે.”
“તો પછી તમારું વચન પાળવાનું ધ્યાન રાખજે. અત્યાર સુધી તમે એવું માનતા આવ્યા છે કે શ્વાસ લેવાતો તદ્દન બંધ થાય એટલે મૃત્યુ થાય છે ?”
“હા.
તે પછી એમ માનવું પણ શું તર્કસંગત નથી કે શરીરની અંદર શ્વાસને સંપૂર્ણપણે રોકી રાખવાથી, જયાં સુધી શ્વાસ રોકાઈ રહે ત્યાં સુધી જીવન ચાલુ જ રહે છે ?”
ઠીક.
એથી વધારે દાવો અમે નથી કરતા. અમારું કહેવું એટલું ' છે કે પોતાના શ્વાસને ઈચ્છાનુસાર રોકી શકનાર પ્રાણાયામમાં - ભા. આ. ૨. બો. ૯