________________
મૃત્યુને જીતનારે વેગ
૧૩૯
બ્રહ્મને મારી હાજરીનું ભાન ન હોય તેમ તેમણે જરાક છે. જેવા માંડયું.
એ ત્રણ રીતે શક્ય છે. પહેલે રસ્તો તે શરીરસંયમ અથવા હઠયોગમાં કહેવામાં આવેલાં બધાં આસનો, બધા પ્રાણયામોની બધી ગુપ્ત ક્રિયાઓનો અભ્યાસ કરવાની છે. એ અભ્યાસ પૂર્ણતાની પ્રાપ્તિ સુધી અને પોતે જે શીખવે તેને શરીરધારા કરી બતાવે એવા અનુભવી ગુરૂની પાસે રહીને કરા જોઈએ. બીજે રસ્તે આ વિષયમાં રસ લેનારા સિદ્ધ પુરુષે જેમનું જ્ઞાન ધરાવે છે એવી કેટલીક વિરલ અલૌકિક ઔષધિઓનું નિયમિત રીતે સેવન કરવાનું છે. એ સિદ્ધ પુરુષે એ ઔષધિઓને ગુપ્ત રાખી મૂકે છે અથવા તો પ્રવાસ કરતી વખતે પોતાની કફનીઓમાં સાચવી રાખે છે. એવા સિદ્ધ પુરુષનું શરીર છૂટવાનો સમય આવે છે ત્યારે એ ગ્ય શિષ્યને ચૂંટી કાઢે છે, એની આગળ બધાં રહસ્ય ખુલ્લાં કરે છે, અને એને ઔષધિઓ અર્પણ કરે છે. બીજા કોઈને એ ઔષધિઓ આપવામાં આવતી નથી. ત્રીજો રસ્તો સમજાવવાનું કામ કઠિન છે. બ્રહ્મ વચમાં અટકી પડ્યા.
તમે સમજાવવાની કોશિશ નહિ કરે ?” મેં અરજ કરી. તમે મારા શબ્દો સાંભળીને હસવા માંડશે.”
મેં તેમને ખાતરી આપી કે તેમના સ્પષ્ટીકરણનો હું આદરપૂર્વક સ્વીકાર કરીશ.
“ઠીક ત્યારે સાંભળો. માનવના મગજમાં એક નાનું છિદ્ર છે. એ છિદ્ર અથવા કાણામાં આત્માનો નિવાસ છે. એ કાણાને એક ઢાંકણનું રક્ષણ છે. મેં તમને વારંવાર કહ્યું છે તેમ, કરેડરજજુની નીચે અદષ્ટ જીવનપ્રવાહનું અસ્તિત્વ છે. એ ચૈતન્યશક્તિ કે જીવનપ્રવાહને નિરંતર વ્યય થવાથી શરીર ઘરડું કે જીર્ણ થાય છે, પરંતુ એના સંચયથી શરીરમાં નવજીવન પેદા થાય છે અને એને યુવાન રાખે છે. પોતાની જાતને જીતી ચૂકેલે માણસ, અમારી યોગપદ્ધતિમાં