SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ મેવાડને પુનરુદ્ધાર રહે એવી નવાજેશ તેમને કરવાની મારી ઈચ્છા છે અને તેથી તેમને મેવાડના ભાગ્યવિધાયક અને તેમના વંશજોને મેવાડના ઉદ્ધારકની માનવંત ઉપાધિ હું આજથી જ આપીને મારી એ ઇચ્છાને પૂર્ણ કરું છું. સભાજને ! મેવાડના ભાગ્યવિધાયક અને ઉદ્ધારકર્તાની પદવી તેમને અને તેમના વંશજોને સર્વથા ગ્ય છે, કારણકે તેમની જ સહાયથી મેવાડને પુનરુદ્ધાર થયો છે, એ વારંવાર કહેવાની અગત્ય હવે રહેતી નથી અને તેથી તેમને જે પાવીઓ આપવાની હું આ તક લઉં છું, તેમાં તમે સર્વ સંમત થશે.” દરબારમાં ચોતરફથી અવાજ આવ્યું. “અમે સર્વ મહારાણાની ઇચ્છાને સંમતિ આપીએ છીએ. લાયક માણસની કદર કરવી, એ રાજાને ધર્મ છે અને તેથી મંત્રીશ્વરને આપ જે પદવીઓ આપે છે, તે સર્વથા. ઉચિત જ છે.” અવાજ બંધ થતાં મહારાણાએ આગળ ચલાવ્યું. “યારભાઈએ ! ભગવાન એકલિંગજીની કૃપાથી અને તમારા સર્વના પ્રયાસથી મેવાડનો પુનરુદ્ધાર થઈ શકે છે અને જે સ્વાધીનતાને માટે આપણે અથાગ પરિશ્રમ કરતા હતા અને દુઃખને સહેતા હતા, તે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ અને તેથી તે માટે આપણે ગૌરવ ધરવાનું છે. મેવાડના પુનરુદ્ધારને ખરો જશ તે તમને જ મળે છે, કારણ કે તમે જો મને સહાય ન કરી હેત, તે હું એકલે શું કરી શક્ત ? આ આનંદના પ્રસંગે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન ઝાલાકુલતિલક રાજા માનસિંહ વગેરે વીર સરદારો તથા રાજપુતો કે જેઓએ પોતાના પ્રાણને પણ દેશના રક્ષણને માટે ખુશીની સાથે જતાં કર્યા છે, તેમના માટે દિલગીરી દર્શાવવાની તકને પણ હું જતી કરતા નથી, પરંતુ તે દિલગીરી સાથે આપણે આનંદને પણ ધરવાને છે અને તે એ છે કે તેમણે પોતાના દેશની સ્વતંત્રતા મેળવવાને માટે પ્રાણપણ કરેલું લેવાથી તેમનાં નામે અમર થઈ ગયા છે. એટલું જ નહિ પણ તેઓ અક્ષય કીર્તિને સંપાદન કરીને સ્વર્ગલોકમાં ગયા છે. હવે મંત્રીશ્વર ભામાશાહ સિવાય સલુંબરરાજ ગોવિંદસિંહજી, ચંદાવત કૃષ્ણ, રણવીરસિંહ, કર્મસિંહ, ભીલ નાયક ભીલ સરદાર, ઠાકર રાયધવલ તથા બીજા ઠાકારો અને બીજા જે જે સરદાર તથા સૈનિકોએ દેશના રક્ષણના કાર્યમાં જે કિંમતી સહાય મને કરી છે તે સર્વ વીર પુરુષની તથા જેમણે પોતાના પ્રાણને યુદ્ધમાં ભોગ આપ્યો છે, તેમના વંશજોની યોગ્ય કદર કરવાનું છું વિસરી જતું નથી. તેઓ સર્વને પિત
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy