SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદોત્સવ ૧૭૫ આ આનંદનો અવનિ શાંત થયા પછી મહારાણાએ બેસવાની શરૂઆત કરતાં કહ્યું મારા પ્રિય સરદાર, અધિકારીઓ અને પ્રજાજને ! મોગલ સમ્રાટ શહેનશાહ અકબરની સાથે ઘણાં લાંબા સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં છેવટે આપણને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળે છે, તે વાત તમે સર્વ જાણે છે. હવે આ યુદ્ધમાં પિતાના આપ્તજને અને પિતાના પ્રાણની પણ દરકાર કર્યા સિવાય જે જે માણસોએ મારી સાથે રહીને તથા વને વને ભટકીને મને જે અમૂલ્ય સહાય કરી છે, તે તે માણસોની એગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદેત્સવ ઉજવવાને માટે આ દરબાર ભરવામાં આવ્યો છે. મારે ઘણા જ આનંદપૂર્વક કહેવું જોઈએ કે મારી સાથે દુઃખ સહન કરવામાં જે સરદારે હતા તે સર્વેએ મને ઘણી અમૂલ્ય સહાય કરેલી છે; પરંતુ તે સર્વમાં મંત્રીશ્વર ભામ શાહે મને-કહે કે સમસ્ત મેવાડને-જે સહાય કરી છે, તેની કયા શબ્દોમાં પ્રશંસા કરવી, તે મને સુજતું નથી. મંત્રીશ્વર ભામાશાહે મારા દુઃખના દિવસોમાં મારી સાથે રહી મારી નિરાશાના વખતે યોગ્ય સલાહ અને ઉત્સાહ આપવાની સાથે ચપનના પ્રદેશમાં થયેલા યુદ્ધમાં મેગલ સરદાર ચંદ્રસિંહની તલવારને ભેગા થતાં મને બચાવી લીધો હતો. આ ઉપરાંત મેવાડના પુનરુદ્ધાર માટે પોતાની સકળ સંપત્તિને ભોગ આપીને તેમણે દેશના રક્ષણ માટે જે સ્વાર્પણ કર્યું છે, તે ખરેખર મારા એકલાના જ નહિ; કિન્તુ સમસ્ત મેવાડના ધન્યવાદને પાત્ર છે. મારે ખાસ ભાર દઈને કહેવું જોઈએ છે કે - મંત્રીશ્વર ભામાશાહે પિતાના અખૂટ ધનને મેવાડના પુનરુદ્ધાર માટે જો મને અર્પણ ન કર્યું હોત, તો આજે પણ મેવાડ પરતંત્ર દશામાં જ હોત અને તમારે આ મહારાણે કાણું જાણે કેટલાએ દૂરના દેશમાં નિરાશ બનીને ચાલ્યા ગયા હતા. આ કારણથી એટલે કે તેમના અલૌકિક સ્વાર્પણથી જ મેવાડને વિજય થયો છે અને તેથી તેને સઘળો યશ તેમને જ મળે છે. મંત્રીશ્વર પિતાની જન્મભૂમિના રક્ષણ માટે અને પિતાના દેશના ઉદ્ધારને માટે જે કિંમતી સહાય કરેલી છે, તે બદલ તેમની શી અને કેવી કદર કરવી તે મને જે કે સુજતું નથી; તે પણ ફૂલ નહિ ને ફૂલની પાંખડી, એ ન્યાયે મારાથી બનતી કદર કરવાની આ તકનો લાભ લેવાનું મને ઉચિત લાગે છે. મંત્રીશ્વર ભામાશાહને વંશપરંપરાને માટે મેવાડની કેટલીક જાગીર આપવાની છે, તે વિષે હું આગળ ઉપર વિચાર કરીને જાહેર કરીશ; પરંતુ તે દરમ્યાન અત્યારે તે મેવાડના ઈતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષર કેતરાઈ
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy