________________
~
~
12 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ જેને સાથે સહકાર સાધે તે હજીયે જૈન ધર્મને ધ્વજ વધુ શાનથી ફરક્ત રહે તેમ સહુ કોઈ માને છે.
લંડનથી ઉત્તરે પિટર્સબાર ગામ પાસે આ સંસ્થાએ હુક હાઉસ નામનું મોટું મકાન તથા જમીન ખરીદેલ છે. આ મકાન ૧૮૪૦માં બંધાયેલું વીલા-સ્ટાઈલનું મકાન છે. મકાનની આજુબાજુ કુલ ૮૪ એકર જમીન છે. આ મિલકત એપ્રિલ ૧૯૮૦માં ૪,૬૪,૦૦૦ પાઉન્ડના ખર્ચે ખરીદવામાં આવી હતી. આ મિલકતમાં ત્રણ પ્રકારની પ્લાનિંગ પરમિશન મેળવેલી છેઃ સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઓસવાળ હાઉસ, એસેમ્બલી, ડાઈનિંગ જેવા ઉપગ માટે બીજું એક મકાન બાંધવું તથા એક ભવ્ય સુંદર શિખરબંધી દેરાસર બાંધવું. આ પ્રોજેકટ મેટી નાણાકીય સહાય માગી લે છે તેથી તબકકાવાર કામ હાથ ધરાઈ રહ્યું છે. દેરાસર બંધાતાં અને પૂરું થતાં હજી ઘણું વર્ષો નીકળી જશે. પરંતુ જ્યારે પૂર્ણ થશે ત્યારે ભારતીય પ્રણાલિકા મુજબનું ભવ્ય દેરાસર થશે.
ઓસવાળ મહાજન વાડી સાઉથ લંડન :
દક્ષિણ લંડનના ક્રોથડન થટનહીથ વિસ્તારમાં એક જૂનું પણ વિશાળ ચર્ચ આ માટે ખરીદાયું છે. આ મકાનમાં મહાજનવાડી બનાવેલી છે. દક્ષિણ લંડનના ઓસવાળ ભાઈબહેને માટેનું આ સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીંયાં પણ નાનું દેરાસર કરવાની સભ્ય ભાવના સેવી રહ્યા છે.