________________
પરદેશમાં જૈન ધર્મ : 1 લેખે મનનીય અને ધર્મભાવનાપ્રેરક હોય છે. આ સામયિકમાં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણે ભાષામાં લેખ હોય છે. જૈન સમાજ, યુરેપે બે પુસ્તક પણ પ્રકાશિત કર્યા છે.
જૈન સેન્ટર સંપૂર્ણ રીતે પૂરું થશે ત્યારે તેના ખર્ચને આંક દસ લાખ પાઉન્ડને વટાવી જશે.
ઓસવાળ-હાઉસ, પોટર્સબાર, ઈંગ્લેન્ડ :
બ્રિટનમાં સ્થાયી થયેલા પંદર હજારથી વધારે જેને હવે તે અનેકવિધ સાંસ્કૃતિક – ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પાસે સામૂહિક રીતે કામ કરવાની શક્તિ છે. લાંબા ગાળાની જનાઓ ઘડીને વ્યવસ્થિત રીતે કમશઃ આ પેજનાઓ હાથ ધરવાની આવડત પણ છે. પૂર્વ આફ્રિકામાં અને બ્રિટનમાં પૈસા કમાઈને બે-પાંદડે થયા છે. તેઓ દ્વારા બ્રિટનમાં પર્યુષણ, મહાવીર જયંતીની ઉજવણી મેટા પાયે થાય છે. આયંબિલશાળા પણ પ્રસંગોપાત ચાલે છે. અન્ય પ્રવૃત્તિઓમાં ગુજરાતી શાળા પણ ચાલે છે. દર શનિવારે બાળકને ગુજરાતી શીખવવામાં આવે છે. અન્ય સમયે મોટાઓને પણ ગુજરાતી શીખવવાની વ્યવસ્થા છે. જૈન ધર્મનું શિક્ષણ આપવાની વ્યવસ્થા હજી નહીંવત્ છે. એસવાળાની પિતાની વ્યવસ્થાશક્તિ સુંદર છે. બ્રિટનમાં તેઓ દ્વારા એક મેટા અને ભવ્ય દેરાસરનું નિર્માણ થશે તે નિશ્ચિત છે અને તે સહુ માટે આનંદદાયક અને ગૌરવપ્રદ બિના બની રહેશે. જે ઓસવાળ જ્ઞાતિ બીજા