________________
કo : જેનદર્શન - શ્રેણી : ૪-૪ નાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ હશે. તે ઉપરાંત ચકેશ્વરી માતા અને અંબિકાદેવીજીની પણ રથાપના થશે.
જૈન સેન્ટરની એક ખાસિયત છે કે દરેકેદરેક જૈન કઈ પણ ભાગને ઉપયોગ કરી શકે છે અને બધા સાથે મળીને પિતાની પ્રણાલિકા પ્રમાણે વહીવટ કરે છે.
દેરાસર માટેના થાંભલાઓ અને તેણે ખાસ જેસલમેરના પથ્થરને કરીને બનાવેલાં છે. ભારતમાં જ સુંદર કતરણીકામ કરવામાં આવ્યું છે. ભારતથી લાવેલા કારીગરોએ આ સ્થભે લેસ્ટરમાં ખડા કર્યા છે. પર સ્તંભ છે. ગર્ભગૃહ સફેદ આરસપણમાં તૈયાર થશે. આખા સેન્ટરની આગળની બાહ્ય દીવાલો સુંદર સફેદ આરસપાણમાં કરવામાં આવી છે. આ દેરાસરની દીવાલે અરીસાથી મઢી લેવામાં આવી છે. આ ઉપરાંત દેરાસરની આગળના હોલની બારીઓ (૯૪૪) સ્ટેઈડ ગ્લાસમાં મહાવીર પ્રભુના જુદા જુદા પ્રસંગોથી સુશોભિત કરવામાં આવી છે. આ સેન્ટર પૂરું થયે જૈને અને જૈનેતરે માટે જોવાલાયક તીર્થધામ થઈ રહેશે. આ દેરાસરને પ્રતિષ્ઠા મહોત્સવ જુલાઈ ૧૯૮૮માં છે. ત્યારે ભારત, આફ્રિકા, અમેરિકાથી હજારે. શ્રદ્ધાળુ જૈને લેસ્ટર આવશે અને મહત્સવના મંગળ કાર્યમાં સામેલ બનીને ધન્ય થશે તેવી પૂરી સંભાવના છે.
જૈન સમાજ(યુરોપ)નું એક ઉલ્લેખનીય પાસું તે તેનું રૈમાસિક મેગેઝીન છે. ધ જૈનના નામથી ઓળખાતું આ સામયિક સારી ધાર્મિક વાંચનસામગ્રી પૂરી પાડે છે. તેના