________________
- પા પ્રસરાહનમાલા. (૫૭) ૭૨ –શ્રી તીર્થકર ભગવતે ગૃહસ્થપણામાં સમ્યત્વ કિંવા દેશવિરતિ ઉચ્ચરે ( સ્વીકારે)? પ્રભુપ્રતિમાની પૂજા કરે? તેમજ સાધુ મુનિરાજને વન્દના કરે ખરા?
૭૨ ૩૦--શ્રી તીર્થકર ભગવતે ગર્ભવાસમાં આવે ત્યારથી જ સમ્યત્વ તથા ત્રણ જ્ઞાન સહિત હોય છે, જેથી સમ્યકત્વ સ્વીકારવાની તેમને જરૂર જણાતી નથી તેમજ તીર્થકરે સ્વયં બુદ્ધ હે સર્વવિરતિ પણ જેઓને સ્વયં ઉચ્ચરવાની છે માટે તેમને દેશવિરતિ ગુર્વાદિક પાસે ઉચ્ચરવાની (સ્વીકારવાની ) ન હોય, પરંતુ ગૃહસ્થપણુમાં યોગ્ય અવસ્થાએ તેઓ ભાવથી દેશવિરતિવંત હોય તેમાં કોઈ વિરોધ આવવાનો સંભવ નથી. તીર્થંકર પ્રભુ પ્રતિમાનું પૂજન કરે છે, પ્રાય: તે સંબંધમાં શ્રી શત્રુંજય માહાસ્યમાં અજિતનાથ પ્રભુએ ગૃહસ્થપણુમાં પ્રભુ પ્રતિમાનું પૂજન કર્યા સંબંધી ઉલ્લેખ છે. તેમજ ગૃહસ્થપણામાં તીર્થકર સાધુ-મુનિરાજને વન્દન કરે તે બાબતમાં નિષેધ જાણ નથી, શ્રી સેનપ્રશ્ન પત્ર ૮૨મામાં તે સંબંધી આ પ્રમાણે પાઠ છે:
'जिना गृहस्थावस्थायां केवलिनं साधुंवा प्रणमन्ति न વા? તિ પન્ના, મારાનિ જ્ઞાતિ નાતિ . (અર્થ સુગમ છે )
૭૩ ૦–શ્રીમહાવીર ૫રમાત્માને ગોવાળીએ કાનમાં ખીલા ઠોક્યા તે ઉપસર્ગ ગણાય કે ખીલા કાઢતી વખતે જે દુ:ખ થયું તે દુ:ખ ઉપસાગરૂપે ગણાય? વળી ખીલા કાઢયા તે વખત આરાટિકા (રાડ) પાડેલી છે, અને તેના શબ્દથી પર્વતની શિલા ફાટેલી છે, જે નિશાની અત્યારે મારવાડમાં આવેલ બ્રાહ્મણ વાડામાં છે. એમ કહેવાય છે, તો તે નિશાની તે વખતની હશે કે સ્થાપના રૂપે નવી સ્થાપન કરેલી હશે? જે અસલ (તે વખતની) હોય તો શું ભગવંત છદ્મસ્થ અવસ્થામાં મારવાડ દેશમાં પધાર્યા હતા? :
૭૩ ૩૦–મહાવીરપ્રભુને ખીલા ઠક્યા તે ઉપસર્ગ ગણાય, પરંતુ બીલા કાયા તે ઉપસર્ગ ગણી શકાય નહિં, કારણકે ઉપસર્ગની શરૂઆત અને ઉપસર્ગની સમાપ્તિ વાલિઆથી