________________
શ્રી પ્રત્તર મેહનમાલા,
(૩૧ ૩૦-અલ્પનિકાચિત અને સુનિકાચિત એમ નિકાચિત કર્મના બે વિભાગ છે તેમાં જે સુનિકાચિત છે તેમાં સંક્રમ અપવત્તના ઉદીરણા વિગેરે કોઈપણ કરણ લાગી શકતું નથી એટલે તે તે સુનિકાચિત કર્મનો અવશ્ય વિપાકેદયથી ભેગવટે કરેજ પડે છે. જ્યારે જે અલ્પનિકાચિત કમ દે તે અપવર્તાનાદિ કરણથી સાધ્ય હોવાથી મોક્ષનું જ સાધ્ય રાખીને ક્ષમા સહિત જ્ઞાન દષ્ટિએ તપ કરતાં વિપાકેદયથી ભેગવટો થયા સિવાય પણ ક્ષય પામે છે. વલી આ સંબંધમાં નીચેની પ્રચારમય ચર્ચા પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
૪૦-નિકાચિત કર્મ અવશ્ય ભેગવવું પડે કે તપસ્યાથી પણ નાશ થાય?
૩૦-તપથી પણ નિકાચિત કર્મને નાશ થાય છે. જે સંબંધી ઘણા પ્રમાણે પૈકી કેટલાક અહિં અપાય છે;
सेनप्रश्ने-तपसा निकाचितकर्मणां क्षयो भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्- 'निकाचितानामपि कर्मणां तपसा क्षयो भवति' इति श्रीमदुत्तराध्ययनसूत्रत्यादावुक्तमस्ति [मु० पत्र ८५]
अध्यात्मसार-ज्ञानयोगतपःशुद्धमित्या(निपुङ्गवाः ।
तस्मानिकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥१॥ [उपा० श्री यशोविजयजी] एवं योगमाहात्म्यद्वात्रिंशिकायामपि।
तथा श्रीदेवेन्द्रसूरिविरचिते तपकुलके 'अनिआणस्त विहीए, तबस्स तवियस्स किं पसंसामो । किजइ जेण विणासो निकाइयाणंपि कम्मणं ॥१॥ તે પ્રમાણે શ્રી પદ્મવિજયજીતનવપદપૂજામાં પણ કહ્યું છે કે
જે તપ કર્મ નિકાચિત તપ ક્ષમાસહિત મુનિરાયા
આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ન્યા૦ વિ૦ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમાન વિજયજી વિરચિત શ્રી અધ્યાત્મમત પરીક્ષા મુ. પત્ર પ૩-૫૪ જોવાં, તેમાં ઘણું જ યુકિતપૂર્વક આ વિષય પર વર્ણન કર્યું છે,