________________
(૧૬).
પ્રશ્નોત્તર શાહનમાલા. * ભાવાર્થ-ઈન્દ્રિય એવી ઈયળ મટીને ચહેરિન્દ્રિય ભ્રમરી શી રીતે થાય છે? ઉત્તર-તેઈન્દ્રિય એવી ઈયલનો જીવ ઈયેલના શરીરમાંથી આવીને તેજ ઈયળના શરીરમાં તે ઈયળને જીવ અથવા બીજો જીવ ભ્રમરીપણે ઉત્પન્ન થાય છે?
૧૪.૦-ચંદરાજા કૂકડો થયો ત્યારે કૂકડાની અવસ્થામાં તેને તિર્યંચગતિને ઉદય હતો કે મનુષ્ય ગતિને? અને કૂકડાની અવસ્થામાં મનુષ્યનું આયુષ્ય વેદતો હતો કે તિયચનું?
૧૪ ઉ૦ચંદરાજા કૂકડા થયે તે મંત્રના બલથી થયો હતો, પરંતુ આયુષ્ય તો મનુષ્યનું જ ભેગવતો હતો. કારણ કે એક ભવમાં બે આયુષ્ય ભેગવવા માટે જૈન સિદ્ધાન્તમ સર્વથા નિષેધ છે. ગતિના ઉદય માટે પણ મનુષ્યગતિનેજ ઉદય મજા . જો કે ચાર ગતિ પૈકી એક ગતિનામકર્મને વિપાકેદય અને બાકીની સત્તામાં રહેલ ત્રણે ગતિનામપ્રકૃતિઓને પ્રદેશદય કહેલ છે. પણ એકજ ભવમાં બે જુદી જુદી ગતિનામ પ્રકૃતિને વિપાકેદય સંભવી શકતો નથી.
૧૫ ૪૦-સુમંગલા કે જે અકાલ મૃત્યુ પામેલ યુગલિકની યુગલિની (પત્ની) હતી, અને તેનું પાણિગ્રહણ ઋષભદેવ પ્રભુએ કર્યું હતું, તે કન્યા પ્રથમ યુગલિક સાથે સંસાર વ્યવહારમાં જે ડાએલ હતી કે કુમારી અવસ્થામાં હતી? તે બાબતને સ્પષ્ટ ઉલેખ છે?
૧૫ ૩૦તમાએ સુમંગલાનું નામ લખ્યું છે તેને બદલે સુનંદા નામ લખવું જોઇએ. તે સુનન્દા કુમારી અવસ્થામાં હતી. અને એ અવસ્થામાં જ પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંત સાથે પાણિગ્રહણ થયેલું હતું. કારણકે તે યુગલને એક તાલ વૃક્ષની નીચે મુકીને માતપિતા કાર્ય પ્રસંગે અન્યત્ર જતાં ઉપરથી તાળનું ફળ પડવાથી પુરૂષરૂ૫ યુગલિકનું મૃત્યુ થયેલ છે. અર્થાત્ માતપિતાની હયાતીમાં બાલ્યવયમાં જ અકાલ મૃત્યુ થયેલ છે, એથી બાલ્યકાળમાં તે યુગલિકના પતિપત્નીરૂપે વ્યવહાર સંબંધી કલ્પનાને અવકાશજ નથી. જે માટે આવશ્યક સૂત્રની ટીકામાં નીચે મુજબ જણાવવામાં આવેલ છે