________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
– ન્યાસ શ્રીમાન વનિવિનયની જft उत्तर आपनारः-पूज्यपाद जैनाचार्य १००८ श्रीमद्
विजयमोहनसूरीश्वरजी महाराज । ૧ શ્રી બાહુબલીનું આયુષ્ય કેટલું હતું અને તેને લેખ શેમાં છે?
૧ ઉત્તર–શ્રી બાહુબલીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જો એ પ્રમાણે આયુષ્ય છે તો પછી શ્રી આદીશ્વર ભગવંતની સાથે શી રીતે મેક્ષે ગયા? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ
એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ મેક્ષે ન જાય છતાં શ્રી ઋષભદેવ પ્રભુની સાથે મોક્ષે ગયા” એ અચ્છેરાની સાથે અંતર્ગત બાહુબલી વિગેરેના આયુષ્યનું સંકેચાણું પણ કહેલ છે. આ બાબત શ્રી સેનપ્રશ્ન (મુદ્રિત પત્ર ૬૦ પ્રશ્ન ૧૨૨) ગ્રન્થમાં જણાવેલ છે. તે પાઠ આ રીતે છે – __. 'चतुरशीतिलक्षपूर्वायुपां श्रीऋषभदेवेन सार्द्ध मोक्ष गतानां भरतस्याष्टनवतिभ्रातृणामायुपोऽपवर्त्तनं कथमिति प्रश्नः, अत्रोत्तरम्-बाहुबलेरिव यदि तेषामायुश्चतुरशीति लक्षपूर्वप्रमाणं क्वापि ग्रन्थे प्रोक्तं स्यात् तदा तदपवर्तनस्य हरिवंशकुलोत्णदयुगलिकायुरपवर्तनादिवदाश्चर्यान्तर्भावान दोप इति ॥'
અર્થ–પ્રશ્ન “શ્રી ઋષભદેવ ભગવંતની સાથે મોક્ષે ગયેલા ચોરાશીલાખપૂર્વના આયુષ્યવાળા ભરત મહારાજાના અઠ્ઠાણું ભાઈઓના આયુષ્યની અપવર્ણના શી રીતે થઈ શકે? [ કારણ કે યુગલિકનું આયુષ્ય નિરૂપક્રમ અનપવર્તનીય શામાં જણાવેલ છે.]
ઉત્તર–શ્રી બાહુબલિની માફક તે અ ણુ ભાઇઓનું આયુષ્ય ૮૪) લાખ પૂર્વનું છે, એ પ્રમાણે જો કોઈ ગ્રંથમાં જણાવેલ હોય તો “વિદ્યોત્પત્તિ એ આશ્ચય (છેરા) માં જે યુગલિકના આયુષ્યનું અપવર્તન જણાવેલ છે તે પ્રમાણે અહિં પણ સમજવું,