________________
(૧૧)
બી પ્રોત્તર મોહનમાયા. સાથે અન્યમુગ્ધ આત્માઓ પણ શિથિલ થાય તે ઉપદેશ આપે છે, પરંતુ ભારતમહારાજ-કૂર્મપુત્ર વિગેરે જીવોએ પૂર્વભવમાં કેટલીવાર દ્રવ્ય-ભાવચારિત્રનું નિરતિચારપણે અારાધન કર્યું છે? તે બાબત તેઓએ જાણવાની આવશ્યક્તા છે, વળી ભરતમહારાજા વિગેરેને ગૃહસ્થપણામાં જે કેવલજ્ઞાન થયું તેમાં દ્રવ્યચારિત્ર (બાહ્ય લિંગ)ને અભાવ હતું, પરંતુ નિ જગુણ રમણતારૂ૫ ભાવચારિત્રને અભાવ હતો એમ તો કોઈથી પણ કડી શકાય તેમ નથી, અને આ ભવમાં પણ એક દ્રવ્યચારિત્રવિના જે કેવલજ્ઞાન થયું તે પણ ત્યારેજ કે ગત અનેક ભામાં દ્રવ્ય-ભાવ ચારિત્રનું યથાર્થ આરાધન કર્યું હતું તે ફકત એક મરૂદેવામાતાનું દષ્ટાંતજ આ વિષયમાં અપવાદરૂપ છે.
૪૪ ૦–૮ જાતિસ્મરણ જ્ઞાન આ કાળમાં હોય? હાલના વર્તમાનપત્રોમાં કઈ કઈવાર પૂર્વભવના જ્ઞાનવાડા પુરૂનાંવૃતાંત આવે છે તો શું તે સાચાં હશે,
૪૪ ૩૦-જાતિસ્મરણ જ્ઞાનને આ કાળમાં નિષેધ હાય” તેવું કે શાસ્ત્રદ્વારા અથવા ગીતાર્થ પાસેથી જાણું નથી. આ બાબતમાં પ્રથમ શ્રેણિના ૩૫ માં પ્રશ્નોત્તરમાં એક પ્રશ્નને પાઠ પણ આપવામાં આવેલ છે. વર્તમાનપાના હેવાલ માટે પુછયું તો-તેના ઉત્તરમાં સમજવું જે કઈ વિશિષ્ટધારણાવાળાને જાતિસ્મરણ થવાથી પૂર્વભવનું જ્ઞાન આ કાળમાં થાય તેમાં શાસ્ત્રીયવિધ આવવાને સંભવ નથી. બાકી તે વૃત્તાતો કેટલે અંશે સાચાં છે, તે તો તે પુરૂષને પ્રત્યક્ષ અનુભવ કરનારા જાણે.
૪૫ –શ્રીવીરપ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે સંબંધમાં કેઇ કહે છે કે એકલા દેવો જ હતા એટલે નિષ્ફળ ગઇ, કોઈ કહે છે કે મનુષ્યો હતા પરંતુ તેને વિરતિનો પરિણામ ન થયે તેથી નિષ્ફળ ગઈ તો આ બાબતમાં શું સાચું છે ?
૪૬ ૩૦-આ બાબતમાં બન્ને પ્રકારના પાઠ લેવાય છે. કલ્પવૃત્તિ-સ્થાનાંગવૃત્તિ-પ્રવચનસારોદ્વારબહવૃત્તિ વિગેરેને અભિપ્રાય એવો છે કે દેવ-મનુષ્ય વિગેરે બધા આવેલા છે, પરંતુ એકલા દેવે જ આવ્યા છે તેમ નથી, જ્યારે શ્રી આવશ્યક હારિભકીય