________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.' ' ' (૯૭) માણે ભવિષ્યક બની અપેક્ષાએ પણ વિચારી શકાય છે. એટલે પ્રત્યેક પરમાણુમાં એકવણ, એકબંધ, એકરસ અને બેજ સ્પેશ હોવા છતાં તેના અનન્તપર્યાયમાં લેશ પણ વિરોધ આવતો નથી. આ સિવાય બીજી પણ અનેક રીતે પરમાણુના અનન્ત પર્યાય ઘટાવી શકાય છે. (૧૩૨).
૨૫ ૦–પ્રદેશદય એટલે સ્વરૂપે ન ભેગવાય તે? કે અ૮૫રસાણું હોવાથી રસ પ્રત્યક્ષ અનુભવમાં ન આવે તે? (૧૩૩)
૨૫ ૩૦- પ્રદેશદય-તિબુકસંક્રમ એ બને પર્યાયવાચક (એકાWક) શબ્દો છે. ઉદયસમયને પ્રાપ્ત નહિ થયેલા એવા કર્મના દલિકોને ઉદયમાં આવેલી સમાન સ્થિતિવાળી સજાતીય પ્રકૃતિમાં રાંકમાવીને તેને અનુભવ કરે તે પ્રદેશોદય કહેવાય, જેમ ઉદયમાં આવેલ મનુષ્યગતિ પ્રકૃતિની સાથે ઉદયમાં નહિં આવેલ બાકી વણે ગતિનામ કમની માફક, અથવા ઉદયમાં આવેલ એકેન્દ્રિયજાતિનામકર્મમાં બાકીના ચાર જાતિનામકમની માફક. અહિં કદાચ એમ શંકા થશે કે મનુષ્યગતિ અને થવા એકેન્દ્રિય જાતિનો જે અવસરે વિપાકેદય વતે છે તે આવસરે બાકીના ત્રણ ગતિનામકર્મને અથવા ચાર જાતિનામકર્મને વિપાકેદય કેમ ન હોય? એ શકાના સમાધાનમાં જણાવે છે કેવિપાકોદય બે રીતે અટકે છે એક ભવપ્રત્યયથી તેમજ બીજે ગુણપ્રત્યયથી, તેમાં ભવપ્રત્યયથી આ પ્રમાણે એક ભવમાં બે ગતિનામકર્મ અથવા બે જાતિનામકર્મને વિપાકેદય ન હોય એ નિયમ હાવાથી જે ભવમાં મનુષ્યગતિ તેમજ પંચેન્દ્રિયજાતિને ઉદય તે અવસરે બાકીની ત્રણ ગતિને તેમજ ચારજાતિને વિપાકેદય નજ હાય, હવે ગુણપ્રત્યયથી વિપાકેદયનો વિરોધ સમજાવાય છે-ક્ષપશમ સમ્યકત્વના પ્રાપ્તિકાળમાં ગુણપ્રત્યયથી મિથ્યાત્વ-મિશ્ર મહનીયને વિપાકેદય ન હોઈ શકે, કારણકે એક સાથે બે અથવા ત્રણ દર્શનમોહનીયનો વિપાકેદય ન હોય એવો નિયમ છે. હવે એ બન્ને વસ્તુને દષ્ટાંતથી સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે, જેમકે-અસત કલ્પનાથી સે સમયપ્રમાણ સ્થિતિવાળી મનુષ્યગતિને વિપાકેદય વર્તે છે, અહિં જ્યારે દયાવલિકાના . પ્રથમ સમયમાં વર્તતા કર્મના અણુઓને વિપાકેદય થાય છે,