________________
મા પ્રશ્નોત્તર માહનમાલો
નાગજી ભૂધરની પિળના ઉપાશ્રયમાં થયું. આ મંગલ સમયે તેજ પોળમાં રહેનાર દાનગુણસંપન્ન ધર્મશ્રદ્ધાળુ વિવેકી શ્રીમાન ડાહ્યાભાઇ મોતીલાલના
અતિશય આગ્રહને માન આપી-શ્રીભગવતીસૂત્રને ઘણાજ આડંબરથી વડે, સાચા મેતીને સુંદર નંદાવર્ત ત્રણ સ્વસ્તિક, સેનામહેરથી જ્ઞાનપૂજન વિગેરે શ્રાવોચિત વિધિવિધાનપૂર્વક હજારે શ્રોતાઓની વિશાળ હાજરીમાં આચાર્ય મહારાજશ્રીએ પંચમાંગ શ્રીભગવતીસૂત્રની મંગલમય વાચનાને પ્રારંભ કર્યો, શ્રીભગવતીસૂત્રમાં આવતા દ્રવ્યાનુગપ્રમુખ ગંભીર વિષયને પણ ઘણીજ સરળતાથી સમજી શકાય તેવી અસરકારક મહારાજશ્રીની વ્યાખ્યાનપદ્ધતિને અંગે વ્યાખ્યાનમાં હંમેશાં ઘણી જ ઠઠ જામતી, વિશાળ ઉપાશ્રય પણ ખીચખીચ ભરાઈ જતે અને અમદાવાદના અનેક ઉપાશ્રયમાં વ્યાખ્યાને છતાં તાત્વિક વ્યાખ્યાનશ્રવણનું સ્થાન તો આ એકજ છે? એમ સમગ્ર શહેરના જૈન તેમજ જૈનેતરમાં સવિશેષ જાહેરાત થઈ હતી. પૂજ્યવર્ય ઉપાધ્યાયજી શ્રીમાન પ્રતાપ વિજયજી મહારાજ મુનિપ્રવર શ્રીમાન ભરતવિજયજી મહારાજ વિગેરે મુનવર્ગ, સંખ્યાબંધ વિદુષી સુશીલ સાધ્વીજી મહારાજાઓ, અને રાજનગરના જાણીતા તત્વજિજ્ઞાસુ સેંકડે શ્રાવકબંધુઓ વ્યાખ્યાનમાં નિયમિત હાજરી આપતા હતા, વ્યાખ્યાનપ્રસંગે અનેક પ્રશ્નોની પરંપરા ચાલતી–અને વ્યાખ્યાન વિશારદ આચાર્યશ્રી શાસ્ત્રીયપાઠ સાથે યુક્તિપૂર્વક એવાં સમાધાને આપતા કે જેનું શ્રવણ કરી શ્રોતાઓને ઘણો જ આનંદ થતો. એ પ્રશ્નો તેમજ ઉત્તરે તે ઘણા હોવા છતાં તેમાંથી સંગ્રહ કરે તો કેટલાક ઉપયોગી પ્રશ્નોત્તરે અહિં આપવા ઉચિત ધાર્યું છે. એ ઉપરાંત સંવત ૧૯૮૮ માં શ્રીસિદ્ધક્ષેત્ર મોટી ટેળીના અતિશય આગ્રહથી 'જ્યપાદ પાઠકપ્રવર મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમાન પ્રતાપવિજયજી મહારાજે પાલીતાણામાં ચાતુર્માસ કરેલ અને તે ચાતુર્માસ દરમ્યાન (વંચાએલ) શ્રીભગવતીસૂત્રનાં વ્યાખ્યાને પ્રસંગે ઉપસ્થિત થતી શંકાઓના ખુલાસાઓ તે અવસરે શિહેરના સંવના પ્રબલ આગ્રહથી ત્યાં ચાતુર્માસ બિરાજમાન પરમગુરૂદેવ વ્યાખ્યાન વિદ આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજય મેહનસૂરીશ્વરજી પાસેથી પત્ર દ્વારા મેળવેલા, તેમાંના કેટલાક ઉપયોગી પ્રશ્નોત્તરે આ વિભાગમાં આપવાનું દુરસ્ત ધાર્યું છે. વાંચકે પ્રશ્નોત્તરે વાંચે અને તને ગ્રહણ કરે એજ અભિલાષા .
* સં. પ્રવ, ધર્મવિજય