________________
અહંકારને કારણે જ તો રાગ અને દ્વેષની ધારા ચાલે છેને ! મને કોઈ સારો કહે તો મને એ વ્યક્તિ પ્રત્યે ગમો થશે; મને ખરાબ તરીકે સ્વીકારનાર પ્રત્યે મને અણગમો હશે. ભક્તિની ધારામાં ‘હું' જ ઓગળી જાય છે પ્રભુમયતાના સમંદરમાં. પછી ક્યાં રહેશે ગમો, ક્યાં રહેશે અણગમો ?
ભક્તિ એટલે ભીનાશ. કેવી ભીનાશ ? ‘નિશદિન ભીનારે’ ચોવીસ કલાક સાધક હશે ભીનો... ભીનાશની પૃષ્ઠભૂ પરની સાધના. કહો કે સાધના અને ભક્તિની મઝાની જુગલબંધી.
સાધના - સાક્ષીભાવની દશા એકલી હોય છે ત્યારે, ભક્તિની ભીની પૃષ્ઠભૂ તેને ન મળેલ હોય ત્યારે, ડર લાગે કે એ સ્થિતિમાં પાછલા બારણેથી અહમ્ દાખલ તો નહિ થઈ જાય ? ‘મેં સાધનાની આ દશા પ્રાપ્ત કરી...’ અને ‘મેં’ માં, ‘હું’ માં, શુદ્ધને બદલે અશુદ્ધ મેં કે અશુદ્ધ હું પકડાઈ ગયા તો.... ? ઊલને બદલે ચૂલમાં ! માટે : ‘સાધના કે રસધાર મેં રહે, નિશદિન ભીના રે...' સાધના કોરી ન હોય. ભક્તિની ભીની પૃષ્ઠભૂને કારણે સાધનાની રસધારા વહે અને એમાં સાધક હોય ભીનો, ભીનો.
આ ભીનાશની પૃષ્ઠભૂ ૫૨ પ્રભુનો પ્યારો શબ્દ પણ કેવો તો હૃદયસ્પર્શી બની રહેશે ! પ્રભુ પ્રત્યેની ભક્તિ/રાગની આન્તર દશામાં પ્રભુનો એકાદ પ્યારો શબ્દ મનની છીપમાં અહોભાવના સ્વાતિ નક્ષત્રમાં પડેલ જળ બિન્દુ જેવો જ હશેને!
‘રાગમેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે...' પાણીમાં માછલું તર્યા કરે, સર્યા કરે, લસર્યા કરે તેમ પ્રભુ પ્રત્યેની ભક્તિથી સભર મનોદશામાં પ્રભુના પ્યારા શબ્દો ઘૂમરાયા ક૨શે.
અને આ ભક્તિ, સમર્પણ કેવાં તો અનૂઠાં છે ! પ્રભુનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દઈએ, અને છતાં અહીં કંઈ જ ખોવાનું નથી.
પ્રગટ્યો પૂરન રાગ
૯૨