________________
જાતને પ્રભુને સમર્પવી એ એક બાજુથી ઝડપાયેલ દશ્ય હોઈ શકે. પ્રભુને પૂરેપૂરા મેળવ્યા એ વાસ્તવિકતા છે.
પૂ. આનન્દઘનજી મહારાજ આ ઘટના માટે કહે છે : ‘વર્ષાબંદ સમુંદ સમાની...’ વરસાદનું ટીપું દરિયામાં પડ્યું. ટીપું વિલીન થયું એ એક બાજુથી થયેલું વિધાન કહેવાશે. ટીપું ટીપું મટીને દિરયો બની ગયો એ વાસ્તવ છે.
સંત કબીરે એટલે જ કહ્યું : ‘બુંદ સમાના સમુંદ મેં...’ અને પછી કહ્યું : ‘સમુંદ સમાના બુંદ મેં...' એ વરસાદના દરિયામાં ભળેલ બિન્દુમાં પૂરો સિન્ધુ અનુભવાય. દરિયાના જળના તમામ ગુણધર્મો એમાં આવી ગયા.
બિન્દુત્વનો વિલય. સિન્ધુત્વની પ્રાપ્તિ...
■■
‘નીરાણીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...'
રાગી સાથે મન જોડાયું; રાગદશા વધશે. કારણ કે પ્રીતિપાત્ર રાગયુક્ત છે અને પ્રીતિ કરનાર મન પણ તેવું જ છે. પરિણામ શું આવે ? મનમાં ડહોળાણ જ ડહોળાણ.
અને, એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ થશે તો..... ?
વીતરાગતાની સાથે અગણિત ગુણો જોડાયેલા છે. વીતરાગ દશા ગમવીનો અર્થ છે શુદ્ધ આત્મદશામાં રહેલા ગુણો ગમ્યા. અને ગુણો ગમ્યા એટલે મળ્યા.
ગુણાનુરાગ ગુણપ્રાપ્તિમાં પરિણમે જ છે. ગુણો ગમ્યા, હવે શાસ્ત્રોનો સ્વાધ્યાય થશે કે સદ્ગુરુની દેશના સંભળાશે; સાધકનું
પ્રગટ્યો પૂરન રાગ
૯૩