________________
કારણ.) અને દ્રષ્ટાનું દૃશ્યો સાથે એકાકાર થવું તે સંસાર. દશ્યો સાથે ચેતના જોડાવાથી રાગ, દ્વેષ ઊપજી શકે. પરિણામે, સંસાર.
સંસાર અને મોક્ષની આવી જ એક મઝાની વ્યાખ્યા અહીં અપાઈ છે :
રાણીસંગે રે રાગદશા વધે, થાય તિણે સંસારો જી; નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી..૪.
રાગયુક્ત વ્યક્તિત્વ સાથે મન જોડાવાથી પોતાની ભીતર રાગદશા વધશે. અને રાગદશાનું વધવું એ જ તો સંસાર છેને !
એની સામે, નીરાગી સાથે મનને જોડવું તે મોક્ષનું કારણ બને છે. મનમાં સ્મરણ સતત પ્રભુનું - વીતરાગી પરમાત્માનું જોઈએ. સ્મરણની ભીનાશ સમર્પણની ધારા સુધી ભક્તને કઈ રીતે લાવે છે તેની હૃદયંગમ પ્રસ્તુતિ સંત કબીરજીના શબ્દોમાં :
ભક્તિ કા મારગ ઝીના ઝીના રે... નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે.... સાધના કે રસધાર મેં રહે, નિશદિન ભીના રે.... રાગમેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે.. સાંઈ સેવત મેં દેઇ સિર, કછુ વિલય ન કીના રે......
ભક્તિનો માર્ગ છે સૂક્ષ્મ. અહીં નથી અચાહ – દ્રષ, નથી ચાહત – રાગ; અહીં તો છે સમર્પણ.
પ્રગટ્યો પૂરન રાગ
૯૧