________________
સમભાવની વ્યાખ્યા “જ્ઞાનસારમાં આ રીતે અપાઈ : विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥ વિકલ્પનો વિષય જ્યાં છે જ નહિ અને સ્વભાવદશાનું અવલમ્બન જ્યાં સતત ચાલુ રહે છે તેવી જ્ઞાનની પરિપક્વદશા તે સમભાવ.
બની શકે કે આ મુનિવરો (પાંચસો) જન્માન્તરીય ઊંડી સાધનાધારા સમભાવની લઈને આવ્યા હોય. જન્મોની રાખ નીચે પેલો સાધનાનો ધધકતો અંગારો તીવ્ર જ હોય. ભગવાન ગૌતમના શક્તિપાતે રાખને ઉડાડી દીધી. સમભાવની તીવ્રતા અસ્તિત્વ પર વ્યાપી રહી... અને કૈવલ્ય.
બીજા પાંચસો મુનિવરોને ભગવાન ગૌતમના શ્રીમુખેથી પ્રભુના ગુણોને સાંભળતાં કેવળજ્ઞાન થયું.
સદ્ગુરુએ પરમ રસનું પાન કરાવ્યું. શિષ્યોની આન્તરિક સજ્જતાની એવી પૃષ્ઠભૂ પર એ પાન થયું કે પરમ રસ અસ્તિત્વના સાંધે સાંધે. ઊતરી ગયો.
પરમાત્માના ગુણોનું શ્રવણ, એ ગુણો મેળવવાની અદમ્ય ઝંખના અને એ ગુણોની પ્રાપ્તિ આ ક્રમે પરમ રસ અસ્તિત્વના પ્રદેશ પ્રદેશ ઊતર્યો.
શ્રવણ, રુચિ, પ્રાપ્તિનો આ ક્રમ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમારફ શ્રી અજિતનાથ પ્રભુની સ્તવનામાં આ રીતે આપ્યો છે :
જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનન્ત અપાર; તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર. અજિત જિન તારજો રે, તારજો દીન દયાળ..
પ્રગટયો પૂરન રાગ