________________
જ્ઞાન ચરણ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ.”
આત્મવીર્ય - આત્મશક્તિ પર તરફ ઢળે એ સાધકને માટે યોગ્ય નથી. મુનિની આત્મશક્તિ જ્ઞાન અને ચારિત્રને જ પુષ્ટ કરે, સ્વ ભણી જ એ ઢળે.
સારણા (સ્મારણા), વારણા (નિષેધ), ચોયણા (કડક શબ્દો દ્વારા પ્રેરણા), અને પડિચોયણા (વધારે કડકાઈ)ની પદ્ધતિ આ માટે જ છેને !
ગુરુ શિષ્યને યાદ કરાવે; તે અભ્યાસ કર્યો ? ભક્તિ કરી ? અને એ રીતે શુભમાંથી શુદ્ધમાં - સ્વ ભણી એને ધકેલે.. પર તરફ જતા. શિષ્યને ના પાડીને પણ ગુરુ સ્વની બારી એના માટે ખોલી આપે. ચોયણા અને પડિચોયણામાં પણ આ જ વાત છે.
જપાનમાં એક ગુરુ હતા. તેઓ સડન એન્લાઇટનમેન્ટ - તત્ક્ષણ જાગૃતિ (તત્ક્ષણ શક્તિપાત) ના ગુરુ કહેવાતા.
જપાનના સમ્રાટનો મંત્રી એ ગુરુનો ભક્ત હતો. એકવાર એણે સમ્રાટને કહ્યું : ગુરુ ખૂબ ઊંચી કક્ષાના છે. આપણે તેમને આપણા મહેલે આમંત્રીએ.
સમ્રાટે હા પાડી. ગુરુને વિનંતી કરાઈ. ભવ્ય શામિયાણો બંધાયો. મઝાનો મંચ તૈયાર થયો. ગુરુ નિયત સમયે આવ્યા. મંચ પર બિરાજમાન થયા. પોતાની આગળ રહેલ ટેબલ પર ત્રણ મુક્કીઓ લગાવી અને ઊભા થયા. ચાલવા લાગ્યા. વિદાય.
સમ્રાટ આશ્ચર્યમાં પડી ગયો. આવા મોટા ગુરુના પ્રવચનને સાંભળવાનું હતું. ગુરુ તો કંઈ બોલ્યા જ નહિ. અરે, થોડીવાર રોકાયા હોત તોય ઠીક લાગત.... મન્ત્રીને સમ્રાટે પૂછ્યું : આ શું?
મસ્ત્રીએ કહ્યું : આ ગુરુનું આ સહુથી પ્રભાવશાળી પ્રવચન હતું. સામાન્યતયા ગુરુ મંચ પર બિરાજમાન થાય. લોકોની સામે જુએ. જે
૮૬
પ્રગટ્યો પૂરન રાગ