________________
‘સમરાઇચ્ચ કહા’નો એક પ્રસંગ યાદ આવે : મુનિરાજ કાયોત્સર્ગ ધ્યાનમાં છે. પૂર્વ જન્મના વૈરાનુબન્ધને કારણે ત્યાં આવેલ એક બહેનને મુનિરાજને જોતાં જ ગુસ્સો આવે છે. એની આંખોમાં વૈરાગ્નિ પ્રજળે છે. મુનિરાજને ખતમ કરી નાખવાનો વિચાર કર્યો તેણીએ. જંગલમાંથી લાકડાં લાવી મુનિરાજના ખભા સુધી લાકડાંનો ઢગ કર્યો. ચિનગારી લગાવી. મુનિરાજની કાયા આગમાં ઝુલસી રહી છે. કેવી વેદના !
પણ એ તો આપણને લાગે. મુનિરાજ ક્યાં હતા ? તેઓ વેદનાની અનુભૂતિમાં નહોતા. તેઓ હતા આત્માનુભૂતિમાં. વિચાર આવ્યો તો એ આવ્યો કે મારી કાયા અત્યારે કેટલા બધા જીવોની વિરાધનાનું નિમિત્ત બની રહી છે. અગ્નિકાયના જીવોની વિરાધનાં. ઊડીને પડતા જીવોની વિરાધના... ધન્ય છે સિદ્ધ ભગવન્તોને; જેમને કાયા નથી.
તમે ઉપયોગને ક્યાં મૂકો છો, એના પર આખી વાત ઊભેલી છે. શરી૨ ૫૨ જ ઉપયોગ હોય તો, અશાતાના ઉદય વખતે પીડાનો અનુભવ થઈ શકે જ. પણ તમારો ઉપયોગ તમારા જ્ઞાન, દર્શન કે આનન્દ ગુણ પ્રતિ કેન્દ્રિત થયેલો હોય; અંદરના આનન્દને તમે માણી રહ્યા હો; ત્યાં આ સામાન્ય વેદનાની ગણતરી પણ ક્યાં હશે ? ખ્યાલ જ નહિ હોયને !
ખંધક મુનિરાજને અશાતા હતી શરીરના સ્તર પર; જયારે ચામડી ઉતારવામાં આવી રહી હતી ત્યારે; પણ એ આપણું દૃષ્ટિ બિન્દુ છે. તેમના છેડેથી વાતને જોઈએ તો, તેઓ પરમ આનન્દ રસમાં ડૂબેલ હતા.
એક વ્યક્તિને ચાર ડીગ્રી તાવ આવેલ છે. પીડા શરીરમાં છે. પણ એ વખતે સમાચાર આવે છે કે એને એક કરોડ રૂપિયાનું લૉટરીનું ઈનામ મળ્યું છે.
૮૪
પ્રગટ્યો પૂરન રાગ