________________
સ્વગુણાનુભૂતિની આંશિક ઝલક તે સમ્યગ્દર્શન. અને એટલે અહીં પ્રાર્થના થઈ
સબ અન્ધકાર મિટા દો ગુરુમૈયા, સમ્યગદર્શન પાઉં મેં..
દોષોનો અન્ધકાર છૂ થઈ રહે સદ્ગુરુના એક કૃપાકટાક્ષ અને સ્વગુણાનુભૂતિનો ઉજાશ રેલાયા કરે.
જો કે, વાત ધારીએ છીએ એટલી સરળ નથી. હા, સદ્ગુરુદેવનો શક્તિપાત થઈ રહે તો એ સરળતમ ઘટના છે : પરમ રૂપને પિછાણવું અને એ દ્વારા પોતાની ભીતર જવું. સદ્ગુરુદેવને શક્તિપાત માટે વિનતિ : પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર, કહો કૈસે ઉસે પાઉં મેં ? કરો કૃપા કરુણારસ-સિન્ધ, મૈ બાલક અજ્ઞાની હૂં..
પરમાત્માનું સ્વરૂપ બુદ્ધિને માટે અગમ્ય. ઇન્દ્રિયોનો ત્યાં વિષય નહિ. શી રીતે એને પામવું? કરુણારસસિન્થ ગુરુદેવ ! આપ કૃપા કરો ! - સદ્ગુરુના શક્તિપાતને ઝીલવાની સાધકની સજ્જતાનું પણ અહીં ધ્યાન કરાયું : “મેં બાલક અજ્ઞાની હૂં...' અહંકારની ધારા શિથિલ બની અને અહોભાવની ધારા પ્રગાઢ બની. શક્તિપાતને ઝીલવા માટેની સજ્જતા પ્રગટી.
જો કે, સાધકને સજજ બનાવવાનું કામ પણ સદ્ગુરુનું જ છે. સદ્ગુરુ બે રીતે કામ કરશે : પહેલાં સાધકને સજ્જ બનાવશે. પછી પરમ રસનું પાન કરાવશે.
પ્રગટ્યો પૂરન રાગ
૭પ