________________
પ્રક્રિયા આવી છે : ભક્ત સદ્ગુરુ પાસે જાય છે : અહોભાવથી ભરાઈને.
અહોભાવપૂર્ણ નેત્ર વડે જ્યારે ભક્ત સદ્ગુરુને નીરખે છે ત્યારે તેમના ચહેરા પર રહેલ દિવ્ય આનન્દને તે જુએ છે. પૂરા અસ્તિત્વમાંથી વહી આવતી આનન્દ રસની ધારાને તે નીરખે છે. સાનન્દાશ્ચર્ય તે નિહાળે છે ગુરુમુખને આવો દિવ્ય આનન્દ !
અને ત્યારે સદ્ગુરુ કહે છે : બેટા ! તારી ભીતર પણ આવો જ આનન્દ પડેલ છે. માત્ર તે એને પ્રગટ નથી કર્યો.
ભક્ત પૂછશે ? તો એને પ્રગટ કેમ કરી શકાય ?
સદ્ગુરુ કહેશે : રાગ, દ્વેષ અને અહંકારને શિથિલ બનાવીને તે આનન્દને ધીરે ધીરે અનુભવી શકાય છે.
અને ભક્ત પામે છે આનન્દમય લોકને..
વે રત્ના સહગાનન્દ દુરસ્તીન્દ્રિયજં સુવમ્.' તમારા દિવ્ય આનન્દનો આસ્વાદ કરાવીને સદ્ગુરુ ઇન્દ્રિયજન્ય સુખોને સુખાભાસ તરીકે સ્વીકારતા તમને કરી દે છે.
બીજા શ્લોકમાં કહ્યું કે જેમ માખણ આગની પાસે વિઘરાઈ જાય છે, ઢીલું થઈ જાય છે તે રીતે સદ્દગુરુની આભામાં પ્રવેશતાં તમારી પાપવૃત્તિ શિથિલ બની જાય છે.
સદ્ગુરુની આભાને, ઑરાને જો ઝીલવાનું બની શકે તો પાપો કરવાની ઇચ્છા જ વિલીન થઈ જશે. પરિણામે પાપો થશે નહિ.
આ રીતે, સદ્ગુરુ પૌદ્ગલિક - વૈભાવિક ધારામાંથી ઉઠાવી સાધકને સ્વભાવની ધારામાં મૂકે છે. અને ત્યારે સાધક નક્કી કરે છે કે હવે
પ્રગટ્યો પૂરન રાગ