________________
પ્રભુએ સાધકને કેવી મઝાની જીવનપદ્ધતિ આપી ! સાધુ વસ્ત્રો ધારણ કરશે, શરીર છે તો વસ્ત્રો જોઈશે; પણ એ વસ્ત્ર સંયમિજીવનની મર્યાદા માટે જ રહેશે. દેહને એ દ્વારા શણગારવાની કોઈ ઇચ્છા નહિ હોય. દશવૈકાલિક સૂત્ર યાદ આવે : ‘તંત્તિ સંનમતખટ્ટા, ધાતિ પરિનિંતિ ઞ...’
સદ્ગુરુ સાધક પર આ જ લયમાં તો કામ કરે છેને ! બહુ મઝાના શ્લોકોમાં સદ્ગુરુના આ કાર્યને બિરદાવવામાં આવ્યું છે:
ये दत्वा सहजानन्दं, हरन्तीन्द्रियजं सुखम् । सेव्यास्ते गुरवः शिष्यै- रन्ये त्याज्याः प्रतारकाः ।।
यथा वह्निसमीपस्थं, नवनीतं विलीयते ।
तथा पापं विलीयेत, सदाचार्यसमीपतः ।।
સદ્ગુરુ આપે છે સહજ આનન્દ.
સહજ. અકૃત્રિમ.
પદાર્થો કે વ્યક્તિઓને મળવા દ્વારા મળતો આનન્દ અસહજ છે. કારણ કે એ પર દ્વારા જન્ય છે. સદ્ગુરુ તમારી પોતાની ભીતર રહેલ આનન્દ જોડે તમારો સાક્ષાત્કાર કરાવે છે. તમારી ભીતર વહી રહેલ આનન્દના ઝરણા સાથે તમને સમ્બદ્ધ કરી આપે છે.
સહજનો અન્ય અર્થ છે સાથે ઉત્પન્ન થયેલ. તમે જેટલા જૂના છો, એટલો જ જૂનો તમારો આ આનંદ છે. પણ રતિ-અતિના પ્રવાહમાં જઈને આપણે આપણા આ સ્વરૂપને ભૂલી ગયેલા.
સદ્ગુરુ આપણને આપણા એ સહજ આનન્દની સ્મૃતિ કરાવે છે. અને એ સ્મૃતિ એ આનન્દના સાક્ષાત્કાર ભણી ઢળે છે.
સદ્ગુરુ તમારા સહજ આનન્દનું સ્મરણ શી રીતે કરાવે છે ?
પ્રગટ્યો પૂરન રાગ
૭૨